RBIએ LOUની સુવિધા બંધ કરતા વિરોધ

DivyaBhaskar News Network

Mar 25, 2018, 03:00 AM IST
RBIએ LOUની સુવિધા બંધ કરતા વિરોધ
રીઝર્વ બેંકે આયાતકારો માટે એલઓયુની સગવડતા તદ્દન બંધ કરી નાખતા કંડલા સંકુલ સહિતના આયાતકારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ચેમ્બર દ્વારા રીઝર્વ બેંકના ગર્વનર, નાણાંમંત્રી અને વાણિજ્ય મંત્રીને પત્ર પાઠવી આ વ્યવસ્થા બંધ કરવાના પગલાનો વિરોધ નોંધાવાયો છે. ચેમ્બરના પ્રમુખ બાબુભાઇ હુંબલ દ્વારા રીઝર્વ બેંકના ગર્વનર, નાણામંત્રી અને વાણિજ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ આ વ્યવસ્થા બંધ થવાથી આયાતકારો માટે મુશ્કેલી સર્જાઇ છે. અને વિશેષરૂપે આ વ્યવસ્થાને અચાનક બંધ કરી દેવાતા હાલમાં જે આયાતકારો માટે એલઓયુની ગોઠવણી કરાતી હતી તે પ્રક્રિયાને ખાસ ધક્કો લાગ્યો છે. આયાતકારો સામાન્ય રીતે એલઓયુની સામે ધંધાકીય લોન મેળવતા હતા. તેઓને હવે નાછૂટકે વિદેશી નાણાંની વ્યવસ્થા બજારમાંથી કરવી પડશે જે ખુબ મોંઘી પડશે.

X
RBIએ LOUની સુવિધા બંધ કરતા વિરોધ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી