Home » Gujarat » Bhuj » Gandhidham » મેઘપર કુંભારડી ગામને શ્રેષ્ઠ પાણી સમિતિનો એવોર્ડ અપાયો

મેઘપર કુંભારડી ગામને શ્રેષ્ઠ પાણી સમિતિનો એવોર્ડ અપાયો

Divyabhaskar.com | Updated - Mar 25, 2018, 03:00 AM

મેઘપર કુંભારડી ગામની વસ્તી અંદાજે 7400 છે. 100 ટકા નળ કનેકશન ધરાવતા ગામમાં 50 ટકા મહિલા સભ્યો ધરાવતી પાણી સમિતિ...

  • મેઘપર કુંભારડી ગામને શ્રેષ્ઠ પાણી સમિતિનો એવોર્ડ અપાયો
    મેઘપર કુંભારડી ગામની વસ્તી અંદાજે 7400 છે. 100 ટકા નળ કનેકશન ધરાવતા ગામમાં 50 ટકા મહિલા સભ્યો ધરાવતી પાણી સમિતિ બનાવવામાં આવી છે. પાણીનો વાર્ષિક વેરો 800 રૂપિયા લેવામાં આવે છે. હિસાબ-કિતાબ વ્યવસ્થિત રાખવામાં આવી રહ્યો છે, જેની સારી કામગીરીને કારણે રાજ્ય સરકાર દ્વારા વાસ્મો આધારીત પાણી યોજના સંદર્ભે સર્વશ્રેષ્ષ પાણી સમિતિનો એવોર્ડ આ ગ્રામ પંચાયતને આપીને 19 લાખ રૂપિયા પુરષ્કારરૂપે આપ્યા છે.

    ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના વિશ્વ જળ દિવસની ઉજવણી પ્રસંગે અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામની પાણી સમિતિને ગુજરાતની સર્વશ્રેષ્ઠ એવોર્ડ અને 19 લાખના અનુદાન પેટે પુરષ્કારરાશી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સરપંચ ભોજુભાઇ બોરીચા, પૂર્વ સરપંચ આમદભાઇ કોરાર, પાણી સમિતિના મંજુબેન ભાનુશાળી, હસમુખ આહિર, સોનાબેન ભાનુશાલી, હર્ષાબેન પંચાલ, ભાકરશાપીર વગેરેને એનાયત કરાયો હતો. આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી સૌરભભાઇ પટેલ, પા.પુ. બોર્ડના ચેરમેન જે.પી. ગુપ્તા અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ એવોર્ડ મળતાં ગ્રામજનોમાં આનંદની લાગણી જન્મી છે. રાજ્ય મંત્રી વાસણભાઇ આહિર, સંસદ સભ્ય વિનોદ ચાવડા વગેરેએ અભિનંદન પાઠવ્યા છે.

    એવોર્ડ મેળવતા પદાધિકારીઓ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ