Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » 4/બીમાં આખલા- કુતરાના ત્રાસથી રહીશો પરેશાન

4/બીમાં આખલા- કુતરાના ત્રાસથી રહીશો પરેશાન

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:00 AM

આદિપુરના વોર્ડ 4/બીના માર્ગો પર છેલ્લા કેટલાક સમયથી રખડતા આખલા અને કુતરાઓના ત્રાસથી લોકો કંટાળી ગયા છે....

  • 4/બીમાં આખલા- કુતરાના ત્રાસથી રહીશો પરેશાન
    આદિપુરના વોર્ડ 4/બીના માર્ગો પર છેલ્લા કેટલાક સમયથી રખડતા આખલા અને કુતરાઓના ત્રાસથી લોકો કંટાળી ગયા છે. ત્રાસમાંથી મુક્તિ મળે તે હેતુથી રહીશોએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનમાં રહીશોએ જણાવ્યું છે કે, આ વિસ્તારમાં આખલાઓ અડીંગો 24 કલાક જામેલો હોય છે. રસ્તા પર આવ-જા કરતા મુસાફરો, તેમજ વૃદ્ધો અને બાળકોને અડફેટે લેવાના બનાવો છેલ્લા કેટલાક સમયથી વધી ગયા છે. કૂતરાઓનો ત્રાસ પણ ખૂબ વધ્યો છે. માટે આ સમસ્યામાંથી રાહત મળે તેવી માગ કરાઇ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending