Home » Gujarat » Bhuj » Gandhidham » નાગરિકોના વીજતંત્ર સાથેના પ્રશ્નો ઠેરના ઠેર

નાગરિકોના વીજતંત્ર સાથેના પ્રશ્નો ઠેરના ઠેર

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:00 AM

આજે પશ્ચીમ વીજ કંપની દ્વારા ગાંધીધામમાં લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે લાંબા સમયથી કેટલાક...

  • નાગરિકોના વીજતંત્ર સાથેના પ્રશ્નો ઠેરના ઠેર

    આજે પશ્ચીમ વીજ કંપની દ્વારા ગાંધીધામમાં લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે લાંબા સમયથી કેટલાક વણઉકેલ્યા સંકુલના પ્રશ્નો હજી પણ ઠેરના ઠેર છે. તો લોકદરબાર અંગે પ્રચાર પ્રસાર ન કરવામાં આવ્યો હોવાનો સુર પણ ઉઠવા પામ્યો છે. ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં આવેલી પશ્ચીમ ગુજરાત વિજ કંપનીની કચેરી ખાતે મંગળવારના સવારે 10:30 વાગ્યાના અરસામાં લોકદરબારનું આયોજન કરવામાં આયુ છે. વીજતંત્ર દ્વારા આપવામાં આવેલા આ ઈજનમાં લોકોને વીજતંત્ર સાથે સર્જાતા પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે અને સંતુષ્ટી કારક જવાબ આપવાના પ્રયત્નો કરાશે તેનો સનિષ્ઠ પ્રયાસ હોવાનું અધિકારીઓએ જણાવ્યુ હતુ. પરંતુ સંકુલમાં લાંબા સમયથી રહેલા વીજતંત્ર સબંધીત વિવિધ પ્રશ્નો અંગે હજી પણ સમાધાન નથી થઈ શક્યુ ત્યારે તે અંગે પગલા ક્યારે ભરાશે તે જોવું રહ્યું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ