Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » ખુલ્લી ચેમ્બરોને બંધ કરવા તંત્ર ક્યારે મુહુર્ત કાઢશે?

ખુલ્લી ચેમ્બરોને બંધ કરવા તંત્ર ક્યારે મુહુર્ત કાઢશે?

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:00 AM

ભારતનગર, 9/બીમાં આવેલી અંગ્રેજી માધ્યમની શાળાની બાજુમાંજ ખુલ્લી ગટરની ચેમ્બરથી સ્થાનિકો હંમેશા ઉચક હૈયે રહે છે....

  • ખુલ્લી ચેમ્બરોને બંધ કરવા તંત્ર ક્યારે મુહુર્ત કાઢશે?
    ભારતનગર, 9/બીમાં આવેલી અંગ્રેજી માધ્યમની શાળાની બાજુમાંજ ખુલ્લી ગટરની ચેમ્બરથી સ્થાનિકો હંમેશા ઉચક હૈયે રહે છે. પોતાની રીતે પાટીયા રાખી બંધ કરવાના પ્રયાસો કરાયા બાદ પણ તે કારગત ન નિવડતા આ અંગે સુધરાઈને આગળ આવવા માંગ કરવામાં આવી રહિ છે. રહિશોના જણાવ્યા અનુસાર અહિ આવેલી રોયલ ઈંગ્લીશ સ્કુલમાં મોટી સંખ્યામાં ભુલકાઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તેની પાસેજ આવેલી ખુલ્લી ગટર ચેમ્બર કોઇ અકસ્માતને આમંત્રણ આપી રહિ હોય તેવી સ્થીતી સર્જે છે. અને આ માત્ર આજ ચેમ્બરની વાત ન હોય સંકુલમાં ઠેર ઠેર હજી પણ મોટી સંખ્યામાં ગટરની ચેમ્બરો આવેલી છે જેને બંધ કરવામાં નથી આવી અને લગાતાર મુક પશુઓ તેનો ભોગ બની રહ્યા છે.

    ઢાંકણા વગરના કૃત્રિમ ખાડાઓ બન્યા સરદર્દ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending