ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Gandhidham» પશુ બચાવવા જતા બે કારની સામસામે ટક્કર

  પશુ બચાવવા જતા બે કારની સામસામે ટક્કર

  DivyaBhaskar News Network | Last Modified - Mar 06, 2018, 03:00 AM IST

  ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામ નજીક ઓવરબ્રીજ પાસે માર્ગ પર રહેલા પશુને બચાવવા જતા બે કાર સામસામે ટકરાઈ ગઈ હતી....
  • પશુ બચાવવા જતા બે કારની સામસામે ટક્કર
   પશુ બચાવવા જતા બે કારની સામસામે ટક્કર
   ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામ નજીક ઓવરબ્રીજ પાસે માર્ગ પર રહેલા પશુને બચાવવા જતા બે કાર સામસામે ટકરાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના એરબેગ્સ પણ ખુલી ગયા હતા અને બંન્ને કાર એક બીજાથી વિરુદ્ધ ખુણાઓમાં ફંટાઈ ગઈ હતી. સતત ધમધમતા આ રોડ પર બ્રીજ નિર્માણ વખતે રાખવમા આવેલી ત્રુટીઓ સાથે ખાડાઓની ભરમારથી પણ અકસ્માતો અવાર નવાર સર્જાતા હોવાની રાવ ઉઠવા પામી છે.

   સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગળપાદર નજીક એરપોર્ટ રોડ પર સોમવારના સાંજના અરસામાં વિરુદ્ધ દિશાઓમાં જઈ રહેલી બોલેરો અને બલેનો કાર વચ્ચે પશુ આવી જતા તેને બચાવવા જતા બંન્ને કારોએ પોતાની દિશા ફેરવી હતી અને સરવાળે સામસામે આવી જતા ટક્કર સર્જાઈ હતી. જેમાં કાર ચાલકને સામાન્ય ઈજાઓ સીવાય કોઇને ખાસ ઈજા પહોંચી નહતી. ઘટનાના પગલે થોડૉ સમય સતત ટ્રાફીક ધરાવત આ માર્ગમાં ટ્રાફીક પણ સર્જાયો હતો તો ક્રેનની મદદથી બંન્ને વાહનોને સાઈડ કરી લેવામાં આવ્યા હતા. અલબત, ઘટના અંગે પોલીસ ચોપડે કાંઈ ચડવા પામ્યુ નહતુ પરંતુ આ વિસ્તારમાં લગાતાર વધી રહેલા અકસ્માતોના બનાવથી સ્થાનીકોમાં ચીંતા વ્યાપી છે. અહિ નોંધવુ રહ્યુ કે તાજેતરમાં અહિ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચારથી વધુના મોત નિપજ્યા હતા.

   અકસ્માતગ્રસ્ત બન્ને વાહનોને ક્રેનની મદદથી સાઇડ રોડ કરાયા હતા

  No Comment
  Add Your Comments
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પશુ બચાવવા જતા બે કારની સામસામે ટક્કર
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top