Home » Gujarat » Bhuj » Gandhidham » પ્રદુષણ માટેના મશીનમાં કાંઇ નથી પકડાતું

પ્રદુષણ માટેના મશીનમાં કાંઇ નથી પકડાતું

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:00 AM

સપ્તાહ અગાઉ વધુ એક વાર લોકોની આંખોમાં બળતરાની ફરીયાદો ઉઠવા પામ્યા બાદ દોડતા થયેલા તંત્રે દોડમ દોડ કરી ક્યાંથી આ...

  • પ્રદુષણ માટેના મશીનમાં કાંઇ નથી પકડાતું
    સપ્તાહ અગાઉ વધુ એક વાર લોકોની આંખોમાં બળતરાની ફરીયાદો ઉઠવા પામ્યા બાદ દોડતા થયેલા તંત્રે દોડમ દોડ કરી ક્યાંથી આ નીશ્ચીત ગેસ કે જે તે અસર પેદા કરતા કણો હવામાનમાં પ્રસરે છે તે માટેની તપાસ હાથ ધરી કંડલામાં એર મોનીટરીંગ મશીન લગાવી દીધાની જાહેરાત કરી હતી. પરંતુ પોર્ટ પ્રશાસનના પર્યાવરણ વિભાગના જણાવ્યા અનુસાર તે લગાવ્યાના આજ દીન સુધી એવું કાંઈ શંકાસ્પદ બાબત મશીનમાં પકડાઈ નથી. ખરેખર તો સપ્તાહ પહેલા થયેલી મોટી સમસ્યા અગાઉજ આ મશીન લગાવી દેવાયુ હતુ તો તેમાં પણ તે દિવસની ઘટના દર્જ ન થતા પહેલાથીજ શંકાના દાયરામાં રહેલી સીસ્ટમ યોગ્ય કામ ન કરતી હોવાની વાત વધુ પ્રબળ બનવા પામી છે.

    કંડલા અને તેની આસપાસના ગામોમાં બે મહિનાથી રોજ સવારના અરસામાં આસપાસના લોકોની આંખોમાં બળતરા થતી હોવાની ફરિયાદ ઉઠી રહિ છે. જે અંગે લગાતાર ઉઠતી રાવ છતા પ્રદુષણ વિભાગને આળસ મરડવાનું કારણ પુર્વ સાંસદ પુનમ જાટના ફોન કોલ બાદ મળ્યુ હતુ. ત્યારબાદ પણ પોર્ટ પ્રશાસનને સાથે રાખી પોર્ટ અને તેની આસપાસ આંટાફેરા માર્યા બાદજ પોર્ટ અને તેની આસપાસ 18 જેટલી જગ્યાએ લગાવેલા એક મશીનને ઉઠાવી ભારતીય વિધા મંદીર સ્કુલના ઉપર લગાડી સંતોષ માની લેવાયો હતો. તપાસમાં આંખોમાં બળતરા પેદા કરતા કણો ઈફ્કો પ્લાન્ટની દિશા તરફથી આવતા હોવાનું સ્પષ્ટ રીતે સામે આવ્યા છતા તે અંગે અસાધારાણ રીતે કુણુ વલણ દાખવીને કોઇ નક્કર કામગીરી કે નોટીસ પણ બજાવી હોય તેવું જાણવા મળતુ નથી. તો આ લગાવેલા એર મોનીટરીંગ મશીનમાં શું પકડાયુ છે અને શુ સ્થીતી છે તે જાણવા માટે પોર્ટના પર્યાવરણ વિભાગના રાજેંદ્ર પ્રસાદનો સંપર્ક સાધતા તેમણે મશીનમાં અત્યાર સુધી એવું કાંઈ શંકાસ્પદ કે વધુ પ્રમાણમાં પકડાયુ ન હોવાનું જણાવ્યું હતું. અહીં નોંધવું રહ્યુ કે,આ મશીન હવામાનમાં રહેલા ધૂળના પ્રમાણને જ દર્શાવતું હોવાની વાત અગાઉ ઉઠી ચૂકી હતી.

    ઈફ્કો પ્લાંટમાં સર્જાયેલી દુર્ઘટના અંગે ઢાંકપીછોડાનો પ્રયાસ કરાઇ રહ્યાનો આક્ષેપ?

    આંતરીક આધારભુત સુત્રોએ જણાવ્યુ હતુ કે કંડલામાં આવેલા ઈફ્કો પ્લાન્ટમાં ગત સપ્તાહે સર્જાયેલી એક દુર્ઘટનામાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેની સ્થીતી છેલ્લે મળતી વિગતો અનુસાર ખુબ નાજુક હતી. પરંતુ તંત્ર દ્વારા સમગ્ર બાબત અંગે ઢાંકપીછોડો કરાતો હોય તેવા પ્રયાસ કરાઈ રહ્યાનું સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગે ઈફ્કો કંડલાનો સંપર્ક કરાયો હતો પરંતુ કોઇ ફોન રીસીવ ન થતા તેમનો પક્ષ જાણી શકાયો નહતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ