ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» નિવૃતી બાદ જીવનને જીવવાનો મોકો મળે છે

    નિવૃતી બાદ જીવનને જીવવાનો મોકો મળે છે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 06, 2018, 03:00 AM IST

    ગાંધીધામ ખાતે નિવ્રુત થયેલા કર્મચારીઓની વાર્ષીક સભા યોજવામાં આવી હતી. જેમાં સહુને નાણાકીય વહિવટ કઈ રીતે કરવો અને...
    • નિવૃતી બાદ જીવનને જીવવાનો મોકો મળે છે
      નિવૃતી બાદ જીવનને જીવવાનો મોકો મળે છે
      ગાંધીધામ ખાતે નિવ્રુત થયેલા કર્મચારીઓની વાર્ષીક સભા યોજવામાં આવી હતી. જેમાં સહુને નાણાકીય વહિવટ કઈ રીતે કરવો અને તેને સંલગ્ન માહિતી આપવા વિશેષ વક્તાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ સાથે સંસ્થાના પ્રમુખે જણાવ્યુ હતુ કે નિવ્રુતી બાદ જીવનને સંપુર્ણ રીતે અનુભવવાનો મોકો મળે છે. જેનો લાભ દરેકે ઉઠાવવાનો જોઇએ.

      રીટાર્યડ એમ્પોલસ એન્ડ પેન્શનર્સ એસોસીએશન દ્વારા ગાંધીધામમાં લાયન્સ ક્લબ ખાતે 34મા વાર્ષીક સભાનું આયોજન કરાયુ હતુ. જેમાં 70 અને 85 થી વધુ વયનાનું વિશેષ સન્માન કરાયુ હતુ. કાર્યક્રમમાં વિવિધ બેંકોના મેનજર નવનીત કુમાર, આર.કે. નીરાલા , ખુશ્બુબેન, દ્વારા નિવ્રુતીના જીવનમાં કઈ રીતે નાણાકીય મેનેજમેન્ટ કરવું તે અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. રિટાર્યડ થઈ ચુકેલા રેલવે સહિતના વિભાગોના વડીલોએ પીપીઓ રીવાઈસ શક્ય ઝડપે પેન્શનર્સને આપવા વિનંતી કરી હતિ. જેના કારણે તેમા જો કોઇ ફેરફાર કે ભુલ હોય તો તે અંગે તેવો ઉપરી અધિકારીઓને જાણ કરી શકે. આ સાથે દર મહિને પેન્શનર્સની બેઠક બોલાવાતી હોવાનું અને તેમા નવા આવતા દરેક કાયદા અંગે માહિતી અપાતી હોવાનું જણાવ્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા એસો. ના પ્રમુખ રાજકુમાર ભાગચંદાણી, ઉપપ્રમુખ પી.એન. મોરે, સેક્રેટરી હિમ્મતલાલ જોનવાલ, અશોકકુમાર જૈન, આર.સી. કુરીલ સહિતના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

      કાર્યક્રમમાં વિવિધ વિભાગોમાંથી નિવૃત થયેલા વડીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: નિવૃતી બાદ જીવનને જીવવાનો મોકો મળે છે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `