Home » Gujarat » Bhuj » Gandhidham » આદીપુરમાં અંતરજાળમાં પોલીસે દરોડૉ પાડી બનાવટી અંગ્રેજી દારુ બનાવવાની

આદીપુરમાં અંતરજાળમાં પોલીસે દરોડૉ પાડી બનાવટી અંગ્રેજી દારુ બનાવવાની

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:00 AM

આદીપુરમાં અંતરજાળમાં પોલીસે દરોડૉ પાડી બનાવટી અંગ્રેજી દારુ બનાવવાની ફેક્ટરી પકડી પાડતા હડકંપ મચી ગયો હતો....

  • આદીપુરમાં અંતરજાળમાં પોલીસે દરોડૉ પાડી બનાવટી અંગ્રેજી દારુ બનાવવાની

    આદીપુરમાં અંતરજાળમાં પોલીસે દરોડૉ પાડી બનાવટી અંગ્રેજી દારુ બનાવવાની ફેક્ટરી પકડી પાડતા હડકંપ મચી ગયો હતો. બંધ ઘરમાં કેમીકલની મદદથી બનાવાતા દારુ સાથે તેને પેકીંગ કરવાના મશીન, ખાલી બોટલો સહિતની લાખોની સામગ્રી પકડાઈ છે. મોડી રાત સુધી સામગ્રીનું લીસ્ટીંગ અને ગણના ચાલતી રહી હતી.

    આદિપુરના પીએસઆઈ જી.એમ.હડીયા એ જણાવ્યુ હતુ કે પોલીસે સોમવારના મોડી રાત્રે અંતરજાળ ગામના બાલાજી સોસાયટીમાં બંધ રહેલા ઘરમાં દરોડૉ પાડ્યો હતો. જ્યાંથી બનાવટી અંગ્રેજી દારુ બનાવવાની આખી વ્યવસ્થા ઝડપી પડાઈ હતી. ઘટના સ્થળે થી 42 પેટી એટલે કે અંદાજે 490 બોટલ અંગ્રેજી દારુ રોયલ સ્ટૅગ, તે સાથે મોટી માત્રામાં ખાલી બોટલો, કેમીકલ, કેરબા, ટાંકા, સ્ટીકર, સગડી, બોટલ પર સીલ મારવા માટૅ હથોડી, ટાંકો, સીલ સહિત લાખોનો મુદામાલ ઝડપાયો હતો. જેની ગણના અને લીસ્ટીંગ મોડી રાત સુધી ચાલ્યુ હતુ. આ ઘટનામાં પોલીસે સુરેશ ચાવડા (રહે. અંતરજાળ), રાજુ પ્રજાપતિ

    ...અનુસંધાન પાના નં.11

    (રહે. આદિપુર) વિરુદ્ધ ગુન્હો નોંધવાની અને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી. પીઍસઆઈ હડીયાએ જણાવ્યુ હતુ કે જે આ દારુના નિર્માણમાં જે કેમીકલ વાપરવામાં આવી રહ્યુ છે તે માનવ શરીર માટે ઘાતક હોવાની પુર્ણ શક્યતાઓ છે, જેની તપાસ માટે તેને એફએસએલ રીપોર્ટ માટે મોકલવામાં આવશે. મોડી રાત સુધી આ કિસ્સાની તપાસનો ધમધમાટ ચાલતો રહ્યો હતો.ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ