Home » Gujarat » Bhuj » Gandhidham » પત્ની-સાળાએ આપેલા માનસિક ત્રાસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યાની ફરિયાદ

પત્ની-સાળાએ આપેલા માનસિક ત્રાસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યાની ફરિયાદ

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 03:00 AM

અંજાર તાલુકાના મેઘપર બોરિચીમાં યુવાને કરેલી આત્મહત્યામાં સ્યુસાઇડ નોટ અને મૃતકના પિતાએ અંજાર પોલીસમાં કરેલી...

  • પત્ની-સાળાએ આપેલા માનસિક ત્રાસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યાની ફરિયાદ
    અંજાર તાલુકાના મેઘપર બોરિચીમાં યુવાને કરેલી આત્મહત્યામાં સ્યુસાઇડ નોટ અને મૃતકના પિતાએ અંજાર પોલીસમાં કરેલી ફરિયાદને લઇ નવો વણાંક આવ્યો છે,મૃતકની પત્ની અને સાળા દ્વારા મિલકત માટે અપાઇ રહેલા માનસિક ત્રાસથી કંટાળીને યુવાને આ પગલું ભર્યું હોવાની ફરિયાદ મસતકના પિતાએ અંજાર પોલીસમાં નોંધાવી હતી,તો મરનારે પોતાની સ્યુસાઇડ નોટમાં પણ પત્ની અને સાળા દ્વારા અપાતા માનસિક ત્રાસને કારણે આ પગલું ભર્યું હોવાનુ઼ લખેલું હોવાની વાત પોલીસ સૂત્રોએ કરી છે.

    આ બનાવની વીગતો મુજબ, તા.1 માર્ચના સાંજે પાંચ વાગ્યા પહેલાં મેઘપર બોરિચીના અંબિકા ટાઉનશીપના મકાન નંબર 29માં 28 વર્ષીય રાધેશ્યામ ઉર્ફે રાજેશ રમેશ પુજારાએ ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભર્યું હતું જેમાં પોલીસને મૃતકની સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં મૃતકે મારી પત્ની અને સાળા દ્વારા અપાતા માનસિક ત્રાસથી કંટાળી આ પગલું ભરું છું તેવું લખેલું છે અને મેઘપર બોરિચીમાં ભગીરથનગરમાં રહેતા મૃતકના પિતા રમેશ દયાલજી પુજારા (ઠક્કર)એ અંજાર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મરનાર ની પત્ની કામિનીબેન રાધેશ્યામ ઉર્ફે રાજેશ પુજારા અને મૃતકનો સાળો હરેશ કિશનલાલ વાઘવાની દ્વારા મિલકત પોતાના નામે કરાવવા માટે સતત માનસિક ત્રાસ અપાતો હોવાને કારણે રાજેશે કંટાળીને અંતિમ પગલું ભર્યું છે.આ કેસની તપાસ અંજાર પીએસઆઇ જે.જે.જાડેજાએ જણાવ્યું હતું કે,મૃતક રાધેશ્યામ ઉર્ફે રાજેશ એસી રિપેરિંગનું કામ કરતો હતો અને મેઘપર બોરિચીમાં તેના બે મકાન હતા અને આ મકાન મૃતકની પત્ની અને સાળો પોતાના નામે કરી દેવા માટે રોજ ટોર્ચર કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ ફરિયાદ અને સ્યુસાઇડ નોટના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    પ્રેમ લગ્નનો કરૂણ અંત

    યુવાન અને યુવતીના છ વર્ષ અગાઉ પ્રેમલગ્ન થયા હતા. તેમને પુત્ર અને પુત્રી એમ બે બાળકો પણ હતા. ત્યારે ઘર નામે કરવા જેવી બાબતે યુવાને અંતિમ પગલુ ભર્યું હોવાની ફરિયાદ દાખલ થતાં સંબંધિતોમાં શોક અને રોષની લાગણી ફરી વળી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ