• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • રેલવે મંત્રી ગાંધીધામ અને આલાહજરત એક્સપ્રેસમાં બેસી તો જુવો

રેલવે મંત્રી ગાંધીધામ અને આલાહજરત એક્સપ્રેસમાં બેસી તો જુવો

તાજેતરમાં રેલવે મંત્રી દ્વારા સામાન્ય પ્રવાસીની જેમ ટ્રેનમાં પ્રવાસ કરતા ગાંધીધામ આવતા જતા પ્રવાસીઓએ તેમની...

DivyaBhaskar News Network | Updated - Feb 22, 2018, 03:00 AM
રેલવે મંત્રી ગાંધીધામ અને આલાહજરત એક્સપ્રેસમાં બેસી તો જુવો

તાજેતરમાં રેલવે મંત્રી દ્વારા સામાન્ય પ્રવાસીની જેમ ટ્રેનમાં પ્રવાસ કરતા ગાંધીધામ આવતા જતા પ્રવાસીઓએ તેમની વિવિધ સમસ્યાઓએ અંગે સોશ્યલ મીડીયામાંમ હૈયા વરાળ ઠાલવી રેલવે મંત્રીને ગાંધીધામથી જતી આવતી ટ્રેનોમાં મુસાફરી કરવા જણાવ્યુ હતુ. સામાન્ય રીતે ટ્રેનોમાં સફાઈ નીયમીત ન થતી હોવાનો અને કેટલાક કિસ્સાઓમાં પાણી ન હોવાની ફરિયાદ ઉઠતી રહે છે. પોર્ટ સીટી હોવાના કારણે દેશભર સાથે વેપાર, વાણીજ્યના સબંધો હોવાના કારણે લોકોની આવન જાવન ગાંધીધામમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. જેથી દેશના દરેક ભાગ માટે અહિથી ટ્રેનો શરુ કરવા માંગ ઉઠતી રહે છે. તો અહિથી મુખ્યત્વે જે ટ્રેનો ફુલ જતી હોય છે, તે આલાહઝરત, ગાંધીધામ, બાંદ્રા ટ્રેનોમાં પ્રવાસીઓ છેલ્લા કેટલાક સમયથી સફાઈ અને પાણી મુદે પ્રવાસીઓમાં અસંતોષની લાગણી ફેલાવા પામી છે. નીયમીત ધોરણે કોચમાં કચરો ઉઠાવવા કોઇ ન આવતુ હોવાનો, પાણી ન આવતુ હોવાનો અને કેટલાક કિસ્સાઓમાં તો એસી કોચમાં પ્લગ, પંખા અને લાઈટો પણ ચાલુ ન થતી હોવાની ફરિયાદ ઉઠી ચુકી છે.

X
રેલવે મંત્રી ગાંધીધામ અને આલાહજરત એક્સપ્રેસમાં બેસી તો જુવો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App