Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » પત્નીની દવા લઈ આવતા અકસ્માત : 3 મોત

પત્નીની દવા લઈ આવતા અકસ્માત : 3 મોત

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 03:00 AM

કંડલા પોર્ટના કર્મચારી પત્ની સાથે કેન્સરની દવા લેવા કાર લઈને કંડલાથી અમદાવાદ રવિવારે ગયા હતા. ત્યાંથી બુધવારે...

  • પત્નીની દવા લઈ આવતા અકસ્માત : 3 મોત

    કંડલા પોર્ટના કર્મચારી પત્ની સાથે કેન્સરની દવા લેવા કાર લઈને કંડલાથી અમદાવાદ રવિવારે ગયા હતા. ત્યાંથી બુધવારે અમદાવાદથી કંડલા તરફ પરત જઈ રહ્યા હતા. ત્યારે હળવદ નજીક પહોંચતા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પતિ, પત્ની, ડ્રાઈવર સહિત ત્રણ વ્યકતિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડીને મૃતકની લાશોને પીએમ કર્યા બાદ પરિવારજનોને સોપી હતી.

    મૂળ કેરલના અને છેલ્લા 35 વર્ષથી ગાંધીધામના કંડલામાં સિવિલ એન્જિનીયર તરીકે ફરજ બજાવતા 55 વર્ષીય જોસેફ ચાકો, પત્ની 55 વર્ષીય લીનાબેન જોસેફ અને ડ્રાઈવર મીરમામદ રવિવારે કંડલાથી અમદાવાદ એપોલો હોસ્પિટલમાં લીનાબેન જોસેફની કેન્સરની સારવાર માટે ગયેલ હતા. ત્યાથી બુધવારે અમદાવાદથી કંડલા જવા માટે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન હળવદ નજીક પહોંચ્યા હતા ત્યારે હળવદ ધ્રાંગધ્રા રોડપર ગોપાલધામ પાસે ડમ્પર પાછળ ઘૂસી ગઇ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર ક્રિસ્ચન દંપતી જોસેફ ચાકો અને લીનાબેન જોસેફ તેમજ કારનો ડ્રાઇવર ઇગોરજા મીર મહમદ ઈસ્લામઈલ સહીત ત્રણેયના વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતા કંડલા પોર્ટના અધિકારીઓ અને કર્મચારીઓ હળવદની સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ હળવદ 108ને કરાતા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હળવદ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવની જાણ થતા હળવદ પોલીસના ઈન્ચાર્જ પીઆઈ સી.એચ.શુક્લ ઘટના સ્થળે અને સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને મૃતકની લાશનો કબજો લઈ પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલે મોકલી હતી. જ્યાં ડોક્ટરે પીએમ કર્યા બાદ મૃતકોની લાશને પરિવારજનોને સોપેલ હતી.

    કંડલાના એન્જિનિયર પત્નીની સારવાર માટે ગયા’ તા

    હળવદ નજીક થયેલા કાર અકસ્માતમાં મૃતક દંપતિ ડીપીટીના જુનિયર સીવિલ ઇન્જીનિયર જોસેફ ચાકો તેમના પત્નીને અમદાવાદની એપોલો હોસ્પીટલમાં સારવાર અપાવી પરત ફરી રહ્યા હતા અને હળવદ નજીક કાળ આંબી જતાં પોર્ટના અધિકારીગણ અને કર્મચારીગણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું મૃતક પોર્ટમાં સારી ચાહના ધરાવતા હતા અને તેમણે એક વર્ષથી કોર્ટ એરેસ્ટ શીપમાં ફસાયેલા બે કર્મચારીની મુક્તિ માટે ઘણી મહેનત કરી હતી. તો હજી એક દિવસ પહેલાજ કેપીટીના રીટાર્યડ અધિકારી મહેશ જોષીના અવસાન થયા બાદ પોર્ટ સાથે સંકડાયેલા સક્રિય જોસેફ ચાકોના અવસાનથી પોર્ટ કર્મચારીઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

    છેલ્લી પોસ્ટમાં ઇશ્વરથી નજીક હોવાનું લખ્યુ઼

    હળવદ નજીક કાર અકસ્માતમાં જેનું મોત નિપજ્યું તે જોસેફ ચાકોએ જાણે મોતને પામી ગયા હોય તેમ અકસ્માતના થોડા કલાકો પહેલાંજ પોતાના ફેસબુક પર ભય નહિ પણ ઇશ્વરથી નજીક હોવાની પોસ્ટ મુકી છે અને આ પોસ્ટ મુક્યાના થોડા કલાકોમાંજ આ અકસ્માતમાં તેમનું નિધન થયું. તો તેમની છેલ્લી પોસ્ટમાં તેમણે સીફેર્સના અધિકારો ભારતમાં વધુ સુર્દઢ બને તેની ચીંતા કરતી પોસ્ટ મુકી હતી. અહિ નોંધવુ રહ્યુ કે સીફેર્સ એટલેકે નાવીકોના હક્કો અને અધિકારો માટે તેઓ સતત અવાજ ઉઠાવતા રહેતા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending