ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» વધુ 10 બોર બનાવવા માટે નિર્ણય લેવાયો

    વધુ 10 બોર બનાવવા માટે નિર્ણય લેવાયો

    DivyaBhaskar News Network | Last Modified - Feb 20, 2018, 03:00 AM IST

    ઉનાળાની જરૂરીયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ સાથે મસલત કરીને જે તે વિસ્તારમાં...
    • વધુ 10 બોર બનાવવા માટે નિર્ણય લેવાયો
      વધુ 10 બોર બનાવવા માટે નિર્ણય લેવાયો
      ઉનાળાની જરૂરીયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ સાથે મસલત કરીને જે તે વિસ્તારમાં પાણીની જરૂરીયાત ઉભી થાય ત્યાં અન્ય સ્ત્રોત દ્વારા પણ પાણી મળી રહે તે માટે મથામણ શરૂ કરી દીધી છે. નર્મદાનું પાણી મેળવતી ગાંધીધામ આદીપુરને પુરતો પાણીનો જથ્થો મળતો નથી. અંદાજે 30 એમએલડીની સામે 18 એમએલડી જેટલું જ પાણી આપવામાં આવી રહ્યું છે. વીડી, નાગલપર, સીનુ્ગ્રા પમ્પીંગ સ્ટેશન પરથી વર્ષો જુના અંદાજે 17 જેટલા બોર પરથી પણ આદીપુરની પીવાના પાણીની તરસ છીપાવવા માટે પાલિકાએ આયોજન કર્યુ છે. હવે વધુ 10 બોર બનાવીને આદીપુરમાં પાણીની વધારાની જરૂરીયાતને પહોંચી વળવા માટે પણ આગામી દિવસોમાં તબક્કાવાર આયોજન કરવા માટે નક્કી કરવામાં આવ્યું હોવાની વિગત મળી રહી છે.

      ઉનાળામાં પાણીની તંગી ઉભી થાય તેવી શક્યતાના પગલે અત્યારથી જ તંત્ર દ્વારા પાણી પહેલા પાળ બાંધવાની નીતિ અપનાવવાની શરૂ કરી દેવામાં આવી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા બેઠક યોજીને આગામી પરીસ્થિતિનો તાગ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા પછી બહાર આવતી વધુ વિગતો મુજબ આદીપુરમાં પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે વધુ 10 બોર બનાવવા માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જો કે બોર ક્યાં અને કઇ સાઇડ ઉપર ક્યારે બનાવાશે, કેટલાનો ખર્ચ થશે તે અંગે હાલ કોઇ એસ્ટીમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હોય તેમ જણાતું નથી. તંત્રની આ આગ લાગે ત્યારે કુવો ખોદવાની નીતિના કારણે ઉનાળાના દિવસોમાં નવા બોરમાંથી લોકોને પાણી મળી શકશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.

      પાણીનો પ્રવાહ ઘટી રહ્યો છે

      જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ 17 જેટલા જુના બોર બનાવવામાં આવ્યા છે તેમાંથી હાલ પાણી લેવામાં આવી રહ્યું છે. તેમાં પણ પાણીનો પ્રવાહ ઘટી રહ્યો છે. તબક્કાવાર પાણીનો પ્રવાહ હજુ પણ ઘટતા સમયસર સમ્પ નહી ભરાય તો પાણી પહોંચાડવું મુશ્કેલ બનશે. આગામી દિવસોમાં તળ પણ વધુ નીચા જવાની શક્યતા છે. હાલ પણ નીચેથી પાણી લેવાની ફરજ પડી રહી છે. જેમ જેમ પાણી લેવાતું જશે તેમ તેમ તળમાં પાણી ઘટી જશે. વળી મીઠુ પાણી પણ અમુક લેવલ સુધી જ મળે છે અને ત્યારબાદ ક્ષારયુક્ત પાણી મળે છે. જે પીવાલાયક નથી.

      મશીનરી ગોઠવવામાં પણ સમય જશે

      સમયસર કામગીરી કરવામાં ન આવતા ઉંઘણશી તંત્રના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા હવે બોર આધારીત પાણી વધુ મેળવવા માટે જે યોજના તૈયાર કરવામાં આવી છે તે તૈયાર કરીને તેનું અમલીકરણ થાય તેમાં પણ ખાસો સમય નીકળી જશે. વળી અદ્યતન મશીનરી પણ નાંખવી પડશે અને તે માટે યુધ્ધસ્તરે કામગીરી કરવામાં નહી આવે તો સમયસર લોકોને પાણી મળી શકશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે અને લાખો રૂપિયાનો ખર્ચ એળે જશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: વધુ 10 બોર બનાવવા માટે નિર્ણય લેવાયો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `