Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » રેલવે સ્ટેશન બગીચાની ફૂટપાથ પરથી અજાણી મહિલાની લાશ મળી

રેલવે સ્ટેશન બગીચાની ફૂટપાથ પરથી અજાણી મહિલાની લાશ મળી

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 03:00 AM

ગાંધીધામ રેલ્વે સ્ટેશન પાસે આવેલા બગીચાની ફૂટપાથ પર વહેલી સવારે એક મહિલા મૃત હાલતમાં મળી આવી છે.આ બાબતે રેલ્વે...

  • રેલવે સ્ટેશન બગીચાની ફૂટપાથ પરથી અજાણી મહિલાની લાશ મળી
    ગાંધીધામ રેલ્વે સ્ટેશન પાસે આવેલા બગીચાની ફૂટપાથ પર વહેલી સવારે એક મહિલા મૃત હાલતમાં મળી આવી છે.આ બાબતે રેલ્વે પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે,સોવારે સવારે 9 વાગ્યાની આસપાસ રેલ્વે સ્ટેશન પાસે આવેલા બગીચા બહારની ફૂટપાથ પરથી એક મહિલા મૃત હાલતમાં મળી આવતા હોસ્પીટલ લઇ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરે કુદરતી મોત થયું હોવાનું જણાવ્યું હતુ઼.પોલીસના તપાસનીશ અધીકારી મહમ્મદખાન પઠાણે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે,મૃતક મહિલા અંદાજે 45 વર્ષની હોય તેવું લાગે છે,તેના હાથમાં શ્રીરામ ત્રોફાવેલું છે તો બન્ને પગમાં છ-છ આંગળીઓ છે,મૃતક મહસિલાનું કોઇ સબંધી હોય તો રેલ્વે પોલીસના મહમ્મદખાન પઠાણનો સંપર્ક કરી શકે છે.હજી થોડા દિવસો પહેલાં જ અંજારમાં અજાણી મહિલાનો મૃતદેહ બસસ્ટેશનમાંથી મળી આવ્યો હતો ત્યારે માત્ર એક મહિનાના સમયમાં આ બીજો બનાવ બન્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending