ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» ડીટીપીના સિવિલ વિભાગના અધિકારીને નોટીસ ફટકારાઇ

    ડીટીપીના સિવિલ વિભાગના અધિકારીને નોટીસ ફટકારાઇ

    DivyaBhaskar News Network | Last Modified - Feb 20, 2018, 03:00 AM IST

    દિનદયાલ પોર્ટના સિવિલ ડીપાર્ટમેન્ટમાં એક ઇજનેર સામે ઓફીસ કામના બહાને એનવાયરમેન્ટ કન્સલટન્ટ મહિલાને મોડી રાત...
    • ડીટીપીના સિવિલ વિભાગના અધિકારીને નોટીસ ફટકારાઇ
      ડીટીપીના સિવિલ વિભાગના અધિકારીને નોટીસ ફટકારાઇ
      દિનદયાલ પોર્ટના સિવિલ ડીપાર્ટમેન્ટમાં એક ઇજનેર સામે ઓફીસ કામના બહાને એનવાયરમેન્ટ કન્સલટન્ટ મહિલાને મોડી રાત સુધી બેસાડી રાખવાની ફરિયાદના આધારે આખરે અધિકારીને નોટીસ આપવાની ફરજ પડી છે. પોર્ટ પ્રશાસન દ્વારા ભરવામાં આવેલા આ પગલાન કારણે દિનદયાલ પોર્ટના કર્મચારી વર્ગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

      જાણકાર વર્તુળોમાંથી મળતી માહીતી મુજબ સિવિલ ડીપાર્ટમેન્ટમાં ડીઝાઇનીંગનું કામ સંભાળતા સુપ્રીટેન્ડેન્ટ ઇજનેર રાજેન્દ્રપ્રસાદ સામે પર્યાવરણની મંજુરી અને અન્ય એન્વાયરમેન્ટ લીગલ ઇસ્યુ સંભાળતા કન્સલટન્ટ દ્વારા ચેરમેનને ફરિયાદ કરવામાં આવી હતી. એક મહિલા કર્મચારી સાથે આ અધિકારીએ કરેલા અભદ્ર વ્યવહાર અંગે કરવામાં આવેલી ફરિયાદ પછી પ્રસાદને શોકોઝ નોટીસ ફટકારવામાં આવી છે. દિનદયાલ પોર્ટમાં હાલ જોવામાં આવે તો જુદા જુદા પ્રોજેક્ટમાં કન્સલટન્ટોને રોકવામાં આવ્યા છે. કન્સલટન્ટ દ્વારા સબંધીત વિભાગોમાં પોતાના કર્મચારીઓને લઇને જુદા જુદા રીપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કંડલા પોર્ટના પ્રોજેકટોમાં આ કન્સલટન્ટ પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે તે કન્સલટન્ટને રોકીને તેની પાસેથી કામગીરી લેવામાં આવી રહી છે. તેમાં અગાઉ પ્રશ્નો પણ ઉઠયા હતા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ડીટીપીના સિવિલ વિભાગના અધિકારીને નોટીસ ફટકારાઇ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `