ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» કાર્ગો વિસ્તારમાં સિક્યુરીટી ગાર્ડ પર છરીથી હુમલો

    કાર્ગો વિસ્તારમાં સિક્યુરીટી ગાર્ડ પર છરીથી હુમલો

    DivyaBhaskar News Network | Last Modified - Feb 20, 2018, 03:00 AM IST

    ગાંધીધામના કાર્ગો વીસ્તારમા઼ મચ્છી માર્કેટ નજીક સીક્યુરીટી ગાર્ડ ઉપર મોડી રાત્રે ચાર અજાણ્યા શખ્સોએ છરીથી...
    • કાર્ગો વિસ્તારમાં સિક્યુરીટી ગાર્ડ પર છરીથી હુમલો
      કાર્ગો વિસ્તારમાં સિક્યુરીટી ગાર્ડ પર છરીથી હુમલો
      ગાંધીધામના કાર્ગો વીસ્તારમા઼ મચ્છી માર્કેટ નજીક સીક્યુરીટી ગાર્ડ ઉપર મોડી રાત્રે ચાર અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કર્યો હોવાની ઘટના ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં નોંધાઇ છે.

      ગાંધીધામમાં કાર્ગો પેટ્રોલપમ્પ પાછળ આવેલા રામદેવનગરમાં રહેતા 27 વર્ષીય અવિનાશસિંઘ વિક્રમસીંઘ તજારા એસ.જી.એસ. કંપનીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તે રવીવારે મોડી રાત્રે પોતાની ફરજ પુરી કરી સાઇકલ પર ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે કાર્ગો ઝુપડામાં આવેલી મચ્છીમાર્કેટ નજીક ચાર અજાણ્યા શખસોએ હાઈવે પરજ તેને ઉભો રાખી ભુંડી ગાળો આપી છરી વડે હુમલો કર્યો હતો અને ઝપાઝપી દરમિયાન અવિનાશસિંઘના ખિસ્સામાંથી એટીએમ કાર્ડ અને પાન કાર્ડ પડી ગયા હોવાનું માલુમ પડતા઼ આ હુમલો લૂટ કરવાના ઇરાદે થયો કે કોઇ અદાવતને કારણે થયો તેની તપાસ બી-ડિવિઝન પોલીસના સમસુભાઇ ચલાવી રહ્યા છે. અગાઉ આજ વિસ્તારમાં દ્રિ ચક્રિ વાહનોને રોકીને લુંટના ઈરાદે શખ્સોએ હુમલો કર્યાના બનાવ બની ચુક્યા છે. આ વિસ્તારમાં સતત પડ્યા પાથર્યા રહેતા અને વ્યવસાય ન કરતા શખ્સો દ્વારા બપોર અને રાત્રીના સતત ધમધમતો આ હાઈવે અને તેના સર્વિસ રોડ શાંત થાય ત્યારે એકલા આવતા દ્રિ ચક્રિ વાહનોને રોકાવીને છરી, દંડા બતાવી લુંટ કરાતી હોવાના બનાવ પહેલા પણ બની ચુક્યા છે. અગાઉ એક યુવાનને હાથમાં છરી પણ મારવામાં આવી હતી ત્યારે અસામાજીક તત્વોને પોલીસ પાઠ ભણાવે અને આ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરાય તેવી માંગ પણ ઉઠવા પામી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કાર્ગો વિસ્તારમાં સિક્યુરીટી ગાર્ડ પર છરીથી હુમલો
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `