Home » Gujarat » Bhuj » Gandhidham » ટાગોર રોડ પર ચાલકે કાર ઝાડ સાથે અથડાવી, કોઇ હાની નહીં

ટાગોર રોડ પર ચાલકે કાર ઝાડ સાથે અથડાવી, કોઇ હાની નહીં

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 03:00 AM

ગાંધીધામના ટાગોર રોડ પર આવેલા સેન્ટ ઝેવિયર્સ સ્કુલ તરફ ફંટાતા રસ્તા ઉપર પુરપાટ જઇ રહેલા કાર ચાલકે કાબુ ગુમાવ્યો...

  • ટાગોર રોડ પર ચાલકે કાર ઝાડ સાથે અથડાવી, કોઇ હાની નહીં
    ગાંધીધામના ટાગોર રોડ પર આવેલા સેન્ટ ઝેવિયર્સ સ્કુલ તરફ ફંટાતા રસ્તા ઉપર પુરપાટ જઇ રહેલા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ઝાડ સાથે કાર અથડાવી દીધી હતી જો કે સદ્દભાગ્યે કોઇ મોટી ઇજા થઇ ન હતી માત્ર કારને નુકશાન પહોંચ્યું હતુ઼.

    શહેરના ટાગોર રોડ પર વાહન ચાલકો બેફામ રીતે પુરપાટ ગાડી ચલાવે છે જેથી આ રોડ પર અવારનવાર નાના મોટા અકસ્માતો થતા જ રહે છે નાના અકસ્માતો પોલીસ ચોપડે ચડતા નથી હોતા પરંતુ આ રોડ પર જાહેરનામા અનુસાર વાહનની ગતિ ઉપર નિયંત્રણ આવે તે જરૂરી છે ત્યારે લોકો ઇચ્છી રહ્યા છે કે આ રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી કરી વાહન ચાલકો જે પુરપાટ ચલાવે છે તેના પર નિયંત્રણ લાવે નહીંતો ભવિષ્યમાં આ રોડ જીવલેણ અકસ્માત સર્જાશે તેવું લોકોનું માનવું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ