Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » આંખ બાળતા ઝેરી કણો ક્યાં પ્લાન્ટથી આવે છે તે ખબર છે, તોય અજાણ બનાય છે?

આંખ બાળતા ઝેરી કણો ક્યાં પ્લાન્ટથી આવે છે તે ખબર છે, તોય અજાણ બનાય છે?

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 03:00 AM

કંડલામાં બે મહિનાથી રોજ સવારે સ્થાનીકો અને શાળાના બાળકોની આંખો બળતી હોવાની ફરિયાદ વચ્ચે પુર્વ સાંસદના ફોન કોલ...

  • આંખ બાળતા ઝેરી કણો ક્યાં પ્લાન્ટથી આવે છે તે ખબર છે, તોય અજાણ બનાય છે?
    કંડલામાં બે મહિનાથી રોજ સવારે સ્થાનીકો અને શાળાના બાળકોની આંખો બળતી હોવાની ફરિયાદ વચ્ચે પુર્વ સાંસદના ફોન કોલ બાદ જાગેલા પ્રદુષણ નિયંત્રણ વિભાગે કંડલામાં આવેલી પ્રાથમીક શાળા પર યંત્ર લગાવી દીધુ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે આ યંત્ર પોર્ટ પ્રશાસને પહેલા અન્ય સ્થળે લગાવ્યુ હતુ તેજ ઉઠાવી અહિ લગાવી દેવાયુ છે.

    ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા કંડલા, ગાંધીધામમાં સતત વધતી જતી ઔધોગીક ગતીવીધી વચ્ચે સતત ઉદાસીન વલણ દાખવી રહ્યા હોય તેમ સામે ઉઠીને અત્યાર સુધી કોઇ નક્કર કાર્યવાહિ કર્યાનો દાખલો નથી જડતો. બે મહિનાથી લગાતાર કંડલામાં બાપટ બજારના તમામ વેપારી, સ્કુલના બાળકો અને આસપાસની વસાહતોના લોકો ફરિયાદ કરી રહ્યા હતા કે રોજ સવારે ઉઠીને આંખોમાં બળતરા થાય છે અને પાણી નિકળે છે. પરંતુ વિભાગ કે પોર્ટ પ્રશાસન બંન્નેના પેટનું પાણી પણ હલ્યુ નહતુ. તો પુર્વ સાંસદ પુનમ જાટ દ્વારા આ અંગે પ્રદુષણ વિભાગના અધિકારીઓને ફોન કરી જાણકારી આપી કાર્યવાહિની માંગ કરતા રાતોરાત જાગેલા વિભાગે પોર્ટ પ્રશાસનના અધીકારીઓને સાથે રાખી સ્થળોની તપાસ કરી હતી. જે સંદર્ભે કંડલામાં આવેલી ભારતીય વિધા મંદિર શાળા પર પોલ્યુશન કંટ્રોલ યંત્ર સોમવારે લગાવી દેવાયુ હતુ. જે ખરેખર ગેસના કે હાઈડ્રોરાઈટ પાર્ટીકલ્સને મોનીટર કરી શકે છે કે કેમ તે અંગે પણ હજી સ્પષ્ટતા ન હોવાનો આંતરીક સુત્રોએ જણાવ્યુ છે. તે વચ્ચે વિભાગ દ્વારા બે ત્રણ દિવસમાં તેનો રીપોર્ટ આવશે તેવો દાવો કરાઈ રહ્યો છે. આ અંગે ડીપીટીના પર્યાવરણ વિભાગના અધિકારી રાજેંદ્ર પ્રસાદે જણાવ્યુ હતુ કે પોર્ટમાં અન્ય 9 સ્થળોએ આ પોલ્યુશન મોનીટરીંગ મશીન લાગેલા છે. જેમાંથી અન્ય સ્થળે લાગેલા એક મશીનને શાળામાં લગાવી દેવાયુ છે.

    વિભાગે કંડલાની સ્કુલમાં પ્રદુષણ નીયંત્રણ યંત્ર લગાવી સંતોષ માન્યો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending