• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • દેશના સર્વેશ્રેષ્ટ્ર સંગીતકારોની થીમ પર કિબોર્ડ, ગિટાર, તબલા, ગાયન, જલ તરંગ દ્વારા પ્રસ્તુતિ કરા

દેશના સર્વેશ્રેષ્ટ્ર સંગીતકારોની થીમ પર કિબોર્ડ, ગિટાર, તબલા, ગાયન, જલ તરંગ દ્વારા પ્રસ્તુતિ કરાઈ

ગાંધીધામમાં હાર્મની મ્યુઝીક ઈન્સ્ટીટ્યુટ દ્વારા સતત 10માં વર્ષે રોકીંગ યંગસ્ટર્સ સિઝનનું આયોજન કરાયુ હતુ. જેમાં...

DivyaBhaskar News Network | Updated - Feb 20, 2018, 03:00 AM
દેશના સર્વેશ્રેષ્ટ્ર સંગીતકારોની થીમ પર કિબોર્ડ, ગિટાર, તબલા, ગાયન, જલ તરંગ દ્વારા પ્રસ્તુતિ કરા
ગાંધીધામમાં હાર્મની મ્યુઝીક ઈન્સ્ટીટ્યુટ દ્વારા સતત 10માં વર્ષે રોકીંગ યંગસ્ટર્સ સિઝનનું આયોજન કરાયુ હતુ. જેમાં આ વર્ષે દેશના સર્વશ્રેષ્ટ સંગીતકારોએ આપેલા સંગીત અને ગીતોની થીમ પર પ્રસ્તુતી કરવાની હતી. જેમાં સંકુલના 380 બાળકોએ વિવિધ 95 જેટલી પ્રસ્તુતિ લાગલગાટ 7 કલાક સુધી કરી દર્શકોને અભીભુત કરી દીધા હતા.

ડીપીટી પોર્ટકોલોની ગોપાલપુરીના એસ.વી.પી. ઓડીટોરીયમ ખાતે પોર્ટના સહયોગથી આયોજીત કાર્યક્રમમાં બાળકોએ દેશના જાણીતા બનેલા સંગીતકારોની થીમ પર તેમની હિટ રચનાઓને બાળકોએ પોતાની કિબોર્ડ, ગિટાર, તબલા, ગાયન, મેલોડિકા, જલતરંગ દ્વારા પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમમાં સંકુલના તબીબોએ પણ પ્રસ્તુતી કરતા દર્શકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા. અતીથી તરીકે પાલીકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા, પુર્વ ચેરમેન રવિ પરમાર ઉપસ્થીત રહ્યા હતા. સંપુર્ણ આયોજન જયદિપભાઈ વૈધ અને તેમની ટીમે સંભાળ્યુ હતુ.

380 બાળકોની 95 સંગીતમય પ્રસ્તુતીઓથી દર્શકો અભીભુત

X
દેશના સર્વેશ્રેષ્ટ્ર સંગીતકારોની થીમ પર કિબોર્ડ, ગિટાર, તબલા, ગાયન, જલ તરંગ દ્વારા પ્રસ્તુતિ કરા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App