Home » Gujarat » Bhuj » Gandhidham » કંડલામાં એસિડ લીકેજની ઘટનામાં બંદર પ્રશાસન ઉંઘતું ઝડપાયું

કંડલામાં એસિડ લીકેજની ઘટનામાં બંદર પ્રશાસન ઉંઘતું ઝડપાયું

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 03:00 AM

કંડલામાં એક બાજુ પ્રદુષણની સમસ્યામાંથી લોકો મુક્ત થયા નથી અને અવારનવાર આ પ્રશ્ને ઉહાપોહ પણ થાય છે. ત્યારબાદ...

 • કંડલામાં એસિડ લીકેજની ઘટનામાં બંદર પ્રશાસન ઉંઘતું ઝડપાયું
  કંડલામાં એક બાજુ પ્રદુષણની સમસ્યામાંથી લોકો મુક્ત થયા નથી અને અવારનવાર આ પ્રશ્ને ઉહાપોહ પણ થાય છે. ત્યારબાદ ખાનગી ટેન્ક ફાર્મની પાઇપલાઇનમાંથી એસીડ લીકેજ ની ઘટના બહાર આવતા દોડધામ મચી ગઇ હતી. ખતરારૂપ ગણાતા આ બનાવની જાણકારી દિનદયાલ પોર્ટના ઉચ્ચ અધિકારીઓને પણ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. તંત્ર ગમે તે રીતે અંધારામાં રહેતા આ ઘટનામાં જોઇએ તેવી ગંભીરતા દાખવવામાં આવી નથી અને જાણે કંઇ બન્યું જ ન હોય તેવી સ્થિતિ ઉભી કરી દેવામાં આવી હતી. અલબત્ત સમગ્ર બાબત અંગે ડેપ્યુટી ચેરમેનએ અહેવાલ મંગાવતા કંઇક પગલા ભરવામાં આવશે તેવો આશાવાદ જાગી રહ્યો છે.

  કંડલા બંદર પાસે આવેલ ખાનગી ટેન્ક ફાર્મ એજીસની પાઇપલાઇનમાં રવિવારના બપોરે એસીટીક એસીડનું પરીવહન થયા બાદ પાઇપલાઇનની મેનટેનન્સની કામગીરી દરમ્યાન એસીડ લીકેજની ઘટના બની હતી. આ ઘટનાના પગલે પાણીના ખાબોચીયામાં એસીડ ભરાઇ જતા ચુનો અને માટીનો જથ્થો નાંખીને દુર્ગંધ દુર કરવાનો તાત્કાલીક પ્રયત્ન કરવામાં આવ્યો હતો. લોકોને શ્વાસ લેવાની તકલીફ સહીતના પ્રશ્નો ઉભા થયા હતા. કંપની દ્વારા પણ આ બાબતે ગંભીરતા દાખવવામાં આવી ન હતી. પોલીસ ચોપડે પણ નોંધ કરવાની એક યા બીજા કારણોસર જરૂરીયાત ન જણાતા શંકાના વાદળો ઘેરાયા છે. વળી આ બાબતે દિનદયાલ પોર્ટના ચીફ એન્જીનીયર સરોડે પણ આજે સવાર સુધી અજાણ હતા તેવો ખુલાસો થયો છે. ચેરમેનની મુદત પુરી થતા ડેપ્યુટી ચેરમેન આલોકસિંહ હાલ દિનદયાલ પોર્ટમાં રૂટીન કામગીરી આજે સંભાળી રહ્યા છે. તેમની સમક્ષ આ મામલે રજુઆત કરવામાં આવ્યા પછી રીપોર્ટ માંગવામાં આવ્યો છે.

  પ્રદષણ નિયંત્રણ બોર્ડ પણ અહેવાલ તૈયાર કરશે

  જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે એસીડ લીકેજની ઘટનાને કારણે મોટુ સ્વરૂપ પકડાય તો ગંભીર પરીણામ આવી શકે તેવી દહેશત લોકો વ્યકત કરી રહ્યા છે. આવા સંજોગોમાં આવી દુર્ઘટના ફરી ન બને અને કડક પગલા ભરવામાં આવે તે હેતુથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સ્થાનીક અધિકારી ચૌધરી વગેરેએ સ્થળ તપાસ કરીને અહેવાલ વડી કચેરીને મોકલી આપવા તૈયારી શરૂ કરી હોવાની વિગત મળી રહી છે. સમગ્ર મામલે શું અહેવાલ તૈયાર થાય છે અને તેમાં કોઇ ખામી હતી કે કેમ તે અંગેની જાણકારી જીપીસીબીના રાજકોટના અધિકારીઓ જ આપશે.  કંડલામાં એક બાજુ પ્રદુષણની સમસ્યામાંથી લોકો મુક્ત થયા નથી અને અવારનવાર આ પ્રશ્ને ઉહાપોહ પણ થાય છે. ત્યારબાદ ખાનગી ટેન્ક ફાર્મની પાઇપલાઇનમાંથી એસીડ લીકેજ ની ઘટના બહાર આવતા દોડધામ મચી ગઇ હતી. ખતરારૂપ ગણાતા આ બનાવની જાણકારી દિનદયાલ પોર્ટના ઉચ્ચ અધિકારીઓને પણ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. તંત્ર ગમે તે રીતે અંધારામાં રહેતા આ ઘટનામાં જોઇએ તેવી ગંભીરતા દાખવવામાં આવી નથી અને જાણે કંઇ બન્યું જ ન હોય તેવી સ્થિતિ ઉભી કરી દેવામાં આવી હતી. અલબત્ત સમગ્ર બાબત અંગે ડેપ્યુટી ચેરમેનએ અહેવાલ મંગાવતા કંઇક પગલા ભરવામાં આવશે તેવો આશાવાદ જાગી રહ્યો છે.

  કંડલા બંદર પાસે આવેલ ખાનગી ટેન્ક ફાર્મ એજીસની પાઇપલાઇનમાં રવિવારના બપોરે એસીટીક એસીડનું પરીવહન થયા બાદ પાઇપલાઇનની મેનટેનન્સની કામગીરી દરમ્યાન એસીડ લીકેજની ઘટના બની હતી. આ ઘટનાના પગલે પાણીના ખાબોચીયામાં એસીડ ભરાઇ જતા ચુનો અને માટીનો જથ્થો નાંખીને દુર્ગંધ દુર કરવાનો તાત્કાલીક પ્રયત્ન કરવામાં આવ્યો હતો. લોકોને શ્વાસ લેવાની તકલીફ સહીતના પ્રશ્નો ઉભા થયા હતા. કંપની દ્વારા પણ આ બાબતે ગંભીરતા દાખવવામાં આવી ન હતી. પોલીસ ચોપડે પણ નોંધ કરવાની એક યા બીજા કારણોસર જરૂરીયાત ન જણાતા શંકાના વાદળો ઘેરાયા છે. વળી આ બાબતે દિનદયાલ પોર્ટના ચીફ એન્જીનીયર સરોડે પણ આજે સવાર સુધી અજાણ હતા તેવો ખુલાસો થયો છે. ચેરમેનની મુદત પુરી થતા ડેપ્યુટી ચેરમેન આલોકસિંહ હાલ દિનદયાલ પોર્ટમાં રૂટીન કામગીરી આજે સંભાળી રહ્યા છે. તેમની સમક્ષ આ મામલે રજુઆત કરવામાં આવ્યા પછી રીપોર્ટ માંગવામાં આવ્યો છે.

  નાની ઘટનાઓમાં પણ ગંભીરતા દાખવવી પડશે

  જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ કંડલા બંદર પર સામાન્ય ગણાતી ઘટનાઓમાં પણ તકેદારી રાખવી પડે તેમ છે. ગમે ત્યારે મોટું સ્વરૂપ આવી શકે તેમ છે. આવા સંજોગોમાં જે તે વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓએ ઉંઘતા રહેવું પોષાય તેમ નથી. માત્ર ફરિયાદ આવે ત્યારે ખાનાપુર્તિનો રીપોર્ટ કરીને અહેવાલ તૈયાર કરવો તેના બદલે તકેદારી માટે કડક અમલ કરાવવા પણ અધિકારીઓએ કમર કસવી પડશે.

  ખાનગી ટેન્ક ફાર્મ એજીસની પાઇપલાઇનમાંથી એસીડ લીકેજની ઘટના બની હતી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ