Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » મેઘપર બોરીચીમાં અગમ્ય કારણોસર યુવાને આયખું ટુંકાવ્યું

મેઘપર બોરીચીમાં અગમ્ય કારણોસર યુવાને આયખું ટુંકાવ્યું

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 03:00 AM

અંજારના મેઘપર બોરીચીના ગાયત્રીનગરમાં રહેતા 26 વર્ષીય યુવાને આત્મહત્યા કરી લેતાં આદિપુર,આંતરજાળ અને અંજારમાં સતત...

  • મેઘપર બોરીચીમાં અગમ્ય કારણોસર યુવાને આયખું ટુંકાવ્યું
    અંજારના મેઘપર બોરીચીના ગાયત્રીનગરમાં રહેતા 26 વર્ષીય યુવાને આત્મહત્યા કરી લેતાં આદિપુર,આંતરજાળ અને અંજારમાં સતત ચોથા દિવસે યુવાને આત્મહત્યા કરી હોવાનો બનાવ બનતા યુવાનોમાં વધી રહેલા આવા બનાવો સમાજ માટે લાલબત્તી સમાન છે.

    પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ,અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલા ગાયત્રીનગરમાં મકાન નંબર 2માં રહેતા 26 વર્ષીય કપીલસિંહ મયુરસિંહ જાડેજાએ અગમ્ય કારણોસર વહેલી સવારે પોતાના ઘરેજ ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.બનાવની જાણ થતાં રાજભા નારાણ ગઢવી તેને હોસ્પીટલ લઇ ગયા હતા પરંતુ ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરતાં અંજાર પોલીસમાં આત્મહત્યાનો ગુનો નોંધાયો હતો.આ યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તેની તપાસ અંજાર પોલીસના મહેશ દેસાઇ કરી રહ્યા છે.

    આદીપુરમાં ત્રણ દીવસ પહેલાં બારમા ધોરણમાં નાપાસ થવાની બીકને કારણે એક વિદ્યાર્થીએ આ પ્રકારનું પગલું ભર્યું હતુ઼,બે દિવસ પહેલાં અંજારમાં વાડીમાં કામ કરતા 17 વર્ષીય શ્રમજીવીએ આત્મહત્યા કરી લીધી,ગઇકાલે દશમા ધોરણની પરિક્ષામાં નાપાસ થવાના ભયથી આંતરજાળમાં પરિવારે કુળદીપક ગુમાવ્યો અને હવે સોમવારે મેઘપર બોરીચીમાં 2 વર્ષીય યુવાને આ પ્રકારનુ઼ પગલુ઼ ભરી લેતાં સમાજ માટે આ પ્રકારના બનાવો લાલબત્તી સમાન બની રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending