તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 30મીની સામાન્ય સભા રદ્દ કરીને બીજા દિવસે બોલાવવી પડી

30મીની સામાન્ય સભા રદ્દ કરીને બીજા દિવસે બોલાવવી પડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ તાલુકા પંચાયતની આગામી 30મી તારીખે નિયત કરવામાં આવેલી સામાન્ય સભાને ગરીબ મેળાનું ગ્રહણ નડ્યું છે. મેળાને કારણે સામાન્ય સભાની તારીખ બદલવાની નોબત આવતા તા.1 ઓક્ટોબરની નક્કી કરવામાં આવી છે. દિવસે કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની બેઠક પણ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જિલ્લામાં ગરીબ મેળાને અનુલક્ષીને વહીવટીતંત્રમાં ધમધમાટ શરૂ થયો છે. બીજીતરફ ગાંધીધામ તાલુકા પંચાયતમાં નિયમ મુજબ 90 દિવસમાં સભા બોલાવવી પડે તેવી સ્થિતિ હોવાથી અગાઉથી 30મી તારીખનો એજન્ડા તૈયાર કરવામાં આવ્યો છે. એજન્ડા સભ્યોને મોકલી દેવામાં પણ આવ્યા પછી પાછળથી વડી કચેરીમાંથી આવેલી સૂચનાને અનુસંધાને તા. 30મીના ગરીબ કલ્યાણ મેળો યોજવાનો હોવાથી બેઠક મુલતવી રાખવાની ફરજ પડી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ 30મી તારીખની સામાન્ય સભામાં લેવાનારા નિર્ણયો બીજા દિવસે લેવામાં આવશે.

કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની બેઠક પણ સાથે યોજાશે

વિપક્ષ ભૂમિકા ભજવવામાં નિષ્ફળ

ગાંધીધામતાલુકા પંચાયતમાં નવા સીમાંકન પછી ચાર બેઠકો મેળવેલી કોંગ્રેસ અત્યાર સુધી વિપક્ષ તરીકે ભૂમિકા ભજવવામાં નિષ્ફળ ગઇ છે. સામાન્ય સભામાં હરફ પણ ઉચ્ચારવાની કોઇ કોશિશ કરવામાં આવી નથી. લોકોના પ્રશ્નો વધી ગયા છે, પરંતુ પ્રશ્ને વિપક્ષ દ્વારા કોઇ પ્રકાશ પાડવામાં આવ્યો નથી. અંદરોઅંદર ખેંચતાણો ચાલી રહી છે. બીજીતરફ જોવામાં આવે, તો સત્તાધારી પક્ષ ભાજપના સભ્યો લોકોના પ્રશ્નો સભામાં ઉઠાવી રહ્યા છે. હવે આગામી સભામાં કોંગ્રેસ જાગશે કે કેમ તે તો સમય આવે ખ્યાલ આવશે.

ગરીબ મેળાનું ગ્રહણ તાલુકા પંચાયતને નડ્યું

અન્ય સમાચારો પણ છે...