તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભારત દેશની સમરસતા વિશ્વભરમાં અજોડ છે

ભારત દેશની સમરસતા વિશ્વભરમાં અજોડ છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વામીવિવેકાનંદ યૂથ સર્કલ-આદિપુર દ્વારા આયોજિત સમરસતા સંમેલનને સંબોધતા રાજ્યના સંસદીય સચિવે ભારતવર્ષની સમરસતા સમસ્‍ત વિશ્વભરમાં અજોડ છે તેવું જણાવ્‍યું હતું.

પ્રસંગે આશીર્વચનો પાઠવતાં અંજાર સચ્‍ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી, લુણીના ધર્મ સ્‍થાનકના વેરશી ડાડાએ સમરસતા આર્યાવતના કણે કણમાં, જણે જણમાં વિદ્યમાન હતી છે તેમ જણાવ્યું હતું. ગાંધીધામ નગરપ્રમુખ ગીતાબેન ગણાત્રા, દિલીપભાઇ દેશમુખ, જે.પી.મહેશ્વરી, અજીતભાઇ રામવાણી, મધુભાઇ શાહ, કાના શેઠ, કાનજીભાઇ ભર્યા, મોમાયાભા ગઢવી, કૈલાસબેન ભટ્ટ, સંજયભાઇ દાવડા, મુકેશભાઇ લખવાણી, નરેશભાઇ મહેશ્વરી, જયોત્સનાબેન દાસ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમરસતા વિશે પ્રખર વકતા કિશોરભાઇ મકવાણાનું વકતવ્ય યોજાયું હતું.

ત્રિકમદાસજી મહારાજે કર્યું દિપપ્રાગટય

આદિપુરમાં સમરસતા સંમેલન યોજાયું

અન્ય સમાચારો પણ છે...