Home » Gujarat » Bhuj » Gandhidham » ધાર્મિક | કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સંતવાણીનો કાર્યક્રમ

ધાર્મિક | કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સંતવાણીનો કાર્યક્રમ

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 03:00 AM

ગાંધીધામ | ગાંધીધામની કામધેનું ગૌ સેવા ટ્રસ્ટના કાર્યાલયમાં બુધવારે રાત્રે સંતવાણી અને ભજનના કાર્યક્રમનું...

  • ધાર્મિક | કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા સંતવાણીનો કાર્યક્રમ
    ગાંધીધામ | ગાંધીધામની કામધેનું ગૌ સેવા ટ્રસ્ટના કાર્યાલયમાં બુધવારે રાત્રે સંતવાણી અને ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભદ્રેશ્વરના સંતવાણી અને ભજનીક કલાકાર જામભા જાડેજાના સંતવાણીના સુર રેલાવશે. સાથે સાથે બેન્જોવાદનના કલાકાર શૈલેષભાઇ બારોટ, બતલાવાદક નરેન્દ્ર પરમાર પણ તેમની કલાનું કૌશલ શ્રોતાઓ સમક્ષ રજૂ કરશે. સંતવાણીના આ કાર્યક્રમનો લાભ લેવા ગાંધીધામ, આદિપુર અને અંજારની ધર્મપ્રેમીઓ, ગૌભક્તો અને સૌ લોકોને કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. રાત્રે 8.30 વાગ્યે ચંદ્રવિલાસ હોટેલની સામે, કામધેનું ગૌ સેવા ટ્રસ્ટ કાર્યાલય, મેઇન બજાર ખાતે શરૂ થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ