Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » જય જવાન, જય કિશાન થીમ પર બાળકોએ વિવિધ કાર્યક્રમો રજુ કર્યા

જય જવાન, જય કિશાન થીમ પર બાળકોએ વિવિધ કાર્યક્રમો રજુ કર્યા

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 03:00 AM

ગાંધીધામમાં પોદાર જમ્બો કિડ્સ સ્કુલના વાર્ષીકોત્સવમાં દ્વારા જય જવાન, જય કિશાન થીમ પર વિવિધ પ્રસ્તુતીઓ રજુ કરાઈ...

  • જય જવાન, જય કિશાન થીમ પર બાળકોએ વિવિધ કાર્યક્રમો રજુ કર્યા
    ગાંધીધામમાં પોદાર જમ્બો કિડ્સ સ્કુલના વાર્ષીકોત્સવમાં દ્વારા જય જવાન, જય કિશાન થીમ પર વિવિધ પ્રસ્તુતીઓ રજુ કરાઈ હતી. જેને કોઇને દર્શકો ભાવુક થઈ ઉઠ્યા હતા. કાર્યક્રમમાં ઈન્ડીયન આર્મીના કમાન્ડડ અજય ડાબર, ઈન્કમટૅક્સ વિભાગના કમીશ્નર લલીત જૈન, નગરપ્રમુખ ગીતાબેન ગણાત્રા સહિતના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવામાં આચાર્ય હેતલ પ્રતિક શુક્લા, ડાયરેક્ટર પુરુષોતમ કેસવાણી, યજુવેંદ્રસિંહ જાડેજા, સંતોશ ગુવલાણી, નીતેશ કેસવાનીએ જહેમત ઉઠાવી હતી. રાષ્ટ્રગીતથી શરુ થયેલા કાર્યક્રમ અંગે સંચાલક શ્વેતા જયદીપ વૈધએ આ વિષયની મહત્વતા પર પ્રકાશ પાડ્યો હતો. અભ્યાસ તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધી હાંસલ કરનારા છાત્રોનું એવોર્ડ આપી સન્માન કરાયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending