ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» 400 ક્વોટરમાં ગટરમિશ્રિત પાણી આવતુ હોવાની રાવ

    400 ક્વોટરમાં ગટરમિશ્રિત પાણી આવતુ હોવાની રાવ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 07, 2018, 03:00 AM IST

    ગાંધીધામના 400 ક્વોટરના રહેવાસીઓમાં છેલ્લા 20 દિવસથી ગટરમીશ્રીત પાણી આવતુ હોવાની ફરીયાદ ઉઠી રહિ છે. આ અગાઉ પણ અનેક...
    • 400 ક્વોટરમાં ગટરમિશ્રિત પાણી આવતુ હોવાની રાવ
      400 ક્વોટરમાં ગટરમિશ્રિત પાણી આવતુ હોવાની રાવ
      ગાંધીધામના 400 ક્વોટરના રહેવાસીઓમાં છેલ્લા 20 દિવસથી ગટરમીશ્રીત પાણી આવતુ હોવાની ફરીયાદ ઉઠી રહિ છે. આ અગાઉ પણ અનેક વાર ગટરમીશ્રીત પાણી આવતુ હોવાની ફરિયાદ સુધરાઈમાં કરાયા બાદ પણ આ અંગે કોઇ પગલા લેવામાં ન આવતા સ્થાનીકોમાં રોષની લાગણી પેદા થઈ છે.

      400 ક્વોટર વિસ્તારમાં એફએઝેડ 9 થી 12 ના વિસ્તારમાં કેટલાક સમયથી દર થોડા સમયના અંતરાલ પર ગટરમીશ્રીત પાણી આવતુ હોવાની ફરિયાદ ઉઠતી રહે છે. તો છેલ્લા 20 દિવસથી આજ પ્રકારની સ્થીતીનું નિર્માણ થયુ હોવાનું સ્થાનીક રહેવાસી જયરામ ગોગીયાએ જણાવ્યુ હતુ. આ અંગે બેથી વધુ વાર લેખીતમાં પાલીકા સમક્ષ ફરીયાદ કરવા છતા કોઇ પગલા ઉઠાવવામાં આવ્યા નથી. તો આ અંગે સ્થાનીક નગરસેવકને પણ વારંવાર મૌખીક રજુઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહિ કરાઈ નથી. ગટરમીશ્રીત પાણીના કારણે રોજ સવારે રહેવાસીઓનો માહોલ બગડે છે અને દુર્ગધયુક્ત પાણીના કારણૅ બીમારી સર્જાવાની ભીતી પણ સર્જાઈ છે. અહિ નોંધવુ રહ્યુ કે ગટરમીશ્રીત પાણી આવતુ હોવાની ફરિયાદ ગાંધીધામમાં આજકાલથી નહીં પણ વર્ષોથી ઉઠતી રહિ છે. કેટલાક વિસ્તારોમાં તો લોકો બોરના પાણી ઉપર જ પોતાની રોજિંદી જરૂરીયાતો પૂર્ણ કરે છે. સમસ્યાને સંપુર્ણ પણે કાબુમાં લાવવામાં પાલિકા નિષ્ફળ રહિ છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 400 ક્વોટરમાં ગટરમિશ્રિત પાણી આવતુ હોવાની રાવ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `