ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» પીજીવીસીએલના લોકદરબારમાં ‘ઘરના ભુવા અને ઘરના જ ડાકલા’

    પીજીવીસીએલના લોકદરબારમાં ‘ઘરના ભુવા અને ઘરના જ ડાકલા’

    DivyaBhaskar News Network | Last Modified - Mar 07, 2018, 03:00 AM IST

    પીજીવીસીએલના ગાંધીધામ ડીવીઝનનો લોકદરબાર મંગળવારે યોજાયો હતો. જેમાં બધા મળીને 17 પ્રશ્નો પુછાયા હતા, જેમાં 2...
    • પીજીવીસીએલના લોકદરબારમાં ‘ઘરના ભુવા અને ઘરના જ ડાકલા’
      પીજીવીસીએલના લોકદરબારમાં ‘ઘરના ભુવા અને ઘરના જ ડાકલા’

      પીજીવીસીએલના ગાંધીધામ ડીવીઝનનો લોકદરબાર મંગળવારે યોજાયો હતો. જેમાં બધા મળીને 17 પ્રશ્નો પુછાયા હતા, જેમાં 2 નીતી વિષયક પ્રશ્નો હતા.17માંથી 15 નો નિકાલ કરાયાનો દાવો તંત્ર દ્વારા કરાયો હતો. આયોજનમાં સુંદરપુરી ઝુપડપટ્ટી વિસ્તારમાં કોમર્શીયલ કનેક્શનો આપવા અને ઓસ્લો રોડ કેબીનની દુકાનોના દબાણમાં કોમર્શીયલ કનેક્શનો આપવાની બાબત ઉઠવા પામી હતી. તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર 30 માણસો દ્વારા રજુઆત કરાઈ હતી, તેમજ તમામ સબ ડીવીઝનના નાયબ એંજીયર તેમજ રેવન્યુ હેડ તેમજ કોર્પોરેટ ઓફિસ રાજકોટથી ડે. સીએઓ થાનકી દ્વારા સમગ્ર લોકદરબારનું મોનીટરીંગ કરાયુ હતુ. પરંતુ પ્રચાર પ્રસારના અભાવે કે અન્ય કારણોસર વધુ નાગરીકો ઉપસ્થીત રહ્યા નહતા. લક્ષ્મણ હીરાનંદ સેવાણી દ્વારા પીજીવીસીએલના વિવિધ મુદાઓ અંગે કાર્યપાલક ઈન્જિનિયરને રજુઆત કરાઈ હતી. જેમાં વિજતંત્રના થાંભલાઓ પરથી જાહેર ખબરોના બોર્ડ ઉતારવા, ડીપી આસપાસ ઉડી નિકળેલા બાવળ દુર કરવા, આદિપુર અને ગાંધીધામ બંન્ને ઓફિસોમાં ગ્રાહકો માટૅ પીવાના પાણીની વ્યવસ્થા નથી તે ઉભી કરવા જેવા મુદાઓ અંગે રજુઆત કરાઈ હતી.

      વીજ તંત્રે ભરેલા દરબારનું દ્રશ્ય

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પીજીવીસીએલના લોકદરબારમાં ‘ઘરના ભુવા અને ઘરના જ ડાકલા’
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `