Home » Gujarat » Bhuj » Gandhidham » ફ્રી-હોલ્ડનું નિરાકરણ લાવો નહીં તો આંદોલન

ફ્રી-હોલ્ડનું નિરાકરણ લાવો નહીં તો આંદોલન

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 03:00 AM

ગાંધીધામ સંકુલમાં વસતા લોકો માટે અતિ પેચીદા બનેલા ફ્રી-હોલ્ડ સ્કીમ તથા ટ્રાન્સફર ફીના પ્રશ્નદનું જો હવે કાયમી...

  • ફ્રી-હોલ્ડનું નિરાકરણ લાવો નહીં તો આંદોલન
    ગાંધીધામ સંકુલમાં વસતા લોકો માટે અતિ પેચીદા બનેલા ફ્રી-હોલ્ડ સ્કીમ તથા ટ્રાન્સફર ફીના પ્રશ્નદનું જો હવે કાયમી નિવારણ નહીં આવે તો લોકોના આક્રોશને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉગ્ર સ્વરૂપ અપાશે તેવી ચીમકી ચેમ્બરના પ્રમુખ અને કમિટિના સભ્યોએ જણાવ્યું છે.

    આ બાબતે વિગતે વાત કરતાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુભાઇ ભીમા હુંબલે જણાવ્યું હતું કે,નિરાશ્રીતો અહી વસ્યા ત્યારથી કંડલા પોર્ટ અને એસઆરસી વહીવટ કર્તા છે પરંતુ જમીનો ફ્રી હોલ્ડ કરવા સરકારને કરેલી રજુઆતો બાદ સરકારે ફ્રી હોલ્ડ સ્કીમ તો આપી પરંતુ અતિશય ત્રુટિઓ સાથેની આ સ્કીને કારણે લોકોને ફાયદો થવાને બદલે નુકશાન જાય તેવી પરિસ્થિતિ થઇ રહી છે અને જંત્રી રેટને આધાર બનાવી ટ્રાન્સફર ફી,ડેવલપમેન્ટ ચાર્જ અને મોર્ગેજ ફી વસૂલી ઉઘાડી લૂટ ચલાવાઇ રહી છે અને લોકોને ભારોભાર અન્યાય થઇ રહ્યો છે ત્યારે આ બાબતે મંત્રી મનસુખ માંડવીયાને પણ રજુઆતો કરી છે તેમ છતાં જો કોઇ રસ્તો સરકાર નહીં કાઢે તો ન છુટકે પ્રજાની સુખાકારી માટે આ માટે ઉગ્ર લડત કરવી પડશે અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પ્રજાને સાથે રાખી આ લડત ચલાવી નક્કર પરિણામ નહીં આવે ત્યાં સુધી લડવા તૈયાર છે.

    શહેરના અગ્રણીઓએ પ્રસ્તૂત કરી સમસ્યા

    વિકસતા સંકુલને તોડવાની પેરવી કહેવાય

    શહેરમાં અત્યારે 22,000 જેટલા લાભાર્થીઓ છે અને આ સ્કીમની પ્રક્રિયા અંતર્ગત અત્યાર સુધી 300 અરજદારો આ સ્કીમનો લાભ લેવા અરજીઓ કરી ચુક્યા છે,પરંતુ મોર્ગેજ ફી,ડેવલપમેન્ટ ફી અને ટ્રાન્સફર ફી ખોટું અર્થઘટન કરી જમીનની માર્કેટ વેલ્યુના આધારે વસૂલ કરી ધોરણસરની લૂટ ચલાવાય છે જો આમ જ રહ્યું તો આ વિકસ પામતા સંકુલને તૂટતાં વાર નહીં લાગે અને આ સંકુલને તોડવાની પેરવી છે અને જો કોઇ સાચું નિરાકરણ નહીં આવે તો હિજરત કરવાનો સમય પણ આવી જશે તેવું ચેમ્બર ઓફ કોમર્સના મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું.

    47 લાખ ફી ભર્યા છતાં માપણી ન કરાઇ

    પોર્ટ દ્વારા 47 લાખની માપણી ફી ગુજરાત સરકારમાં જમા કરાવ્યા છતાં આ જ સુધી સરકાર દ્વારા કોઇ જાતની માપણી કરવામાં આવી નથી,વેચાણ,મોરગેજ વગેરેમાં તકલીફો પડી રહી છે ત્યારે ગાંધીધામ સંકુલમાં સિટી સર્વે કચેરી હોવી જોઇએ અને તે માટે અનેકવાર રજુઆતો કી ચુક્યા છીએ પરંતુ હજી સુધી સિટી સર્વેની કચેરી પણ સંકુલને નસીબ થઇ નથી તેવું જણાવી ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ બાબુભાઇ ભીમા હુંબલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ