ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» બનાવટી શરાબ બનાવવામાં વપરાયેલું કેમીકલ એફએસએલ માટે મોકલાવાયું

    બનાવટી શરાબ બનાવવામાં વપરાયેલું કેમીકલ એફએસએલ માટે મોકલાવાયું

    DivyaBhaskar News Network | Last Modified - Mar 07, 2018, 03:00 AM IST

    અંતરજાળમાંથી આદીપુર પોલીસે બનાવટી શરાબ બનાવવાની ફેકટરીમાંથી રૂ.2.10 લાખનો મુદ્દામાલ કબજે કરી પાંચ કેરબા જેટલું...
    • બનાવટી શરાબ બનાવવામાં વપરાયેલું કેમીકલ એફએસએલ માટે મોકલાવાયું
      બનાવટી શરાબ બનાવવામાં વપરાયેલું કેમીકલ એફએસએલ માટે મોકલાવાયું
      અંતરજાળમાંથી આદીપુર પોલીસે બનાવટી શરાબ બનાવવાની ફેકટરીમાંથી રૂ.2.10 લાખનો મુદ્દામાલ કબજે કરી પાંચ કેરબા જેટલું મળી આવેલું કેમિકલ એફએસએલ પરિક્ષણ માટે મોકલાયું છે અને પોલીસે નાસી ગયેલા બે આરોપીઓ સુરેશ કરશન ચાવડા (આહીર ) અને રાજુ પ્રજાપતિને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.અત્રે ઉલ્લેખનિય છે કે બે આરોપીઓમાંથી સુરેશ ચાવડા પર અગાઉ પણ દારૂના અનેક કેસો નોંધાયા છે

      અંતરજાળ ગામે એક મકાનમાંથી બનાવટી ભારતીય બનાવટની અંગ્રેજી શરાબ બનાવવાની ફેકટ્રીનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી છે આ બનાવટી શરાબ બનાવવા માટે જે કેમીકલનો ઉપયોગ કરવામાં આવતો હતો તેના નમુના લઇ એફએસએલ માટે રાજકોટની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમા પરિક્ષણ માટે મોકાવી દેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતુ઼.આ બનાવટી શરાબ બનાવવાની ફેકટરીમાંથી પાંચ કેરબા જેટલું કેમિકલ મળી આવ્યું છે અને આ કેમીકલ માનવ જીંદગી માટે કેટલું ખતરનાક છે તે અંગેનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે,સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેમિકલ ઇથોનલ હોવાનું જણાય છે પરંતુ સાચી વિગતો એફએસએલના રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવી શકશે.

      આ બનાવટી દારૂ બનાવવા માટે આરોપીઓ પાસે ડિફેન્સના સિક્કા વાળા લેબલ ક્યાંથી આવ્યા,આ શરાબ બનાવવા માટે જે કેમીકલનો ઉપયોગ કરાયો છે તે ક્યાંથી અને કેવી રીતે મેળવ્યું જેવા અનેક પ્રશ્નો ઉપર આરોપીઓ પકડાયા બાદ જ પરદો ઉંચકાશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: બનાવટી શરાબ બનાવવામાં વપરાયેલું કેમીકલ એફએસએલ માટે મોકલાવાયું
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `