તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માત્ર દારૂ વેચનારાને નહીં, સપ્લાયરને પણ ઝડપો :MLA

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર દારૂ વેચનારાને નહીં, સપ્લાયરને પણ ઝડપો :MLA

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનાધારાસભ્યે સોમવારે સાંજે એસ.પી. કચેરીએ જઇ દારૂ-જુગારના હાટડા બંધ કરાવવા માગણી કરી હતી. બે માસ અગાઉ પણ તેમણે હાટડા બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી કાગળ ઉપર આપી હતી.

એસ.પી. કચેરીએ ટેકેદારો સાથે પહોંચેલા ધારાસભ્ય રમેશ મહેશ્વરીએ એસ.પી.ની ગેરહાજરીમાં એલ.સી.બી. પી.આઇ. રાઠોડને આવેદન સુપરત કર્યું હતું. જે અનુસાર ગત તા. 13/6ના પણ તેમણે ભાજપના સ્થાનિક અગ્રણીઓ સાથે આવી દારૂ-જુગારના ધમધમતા હાટડા બંધ કરાવવા રજૂઆત કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી થઇ નહોતી. પ્રભારી શંકર ચૌધરીના કાર્યક્રમમાં પણ પોલીસને તાકીદ કરાઇ હતી, છતાં આજ સુધી શહેર-તાલુકામાં દારૂનું વેચાણ ચાલુ હોવાની રજૂઆત તેમના સુધી આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ બાદ દારૂનો અડ્ડો ચલાવતા શખ્સ વિરૂદ્ધ કાંઇ કાર્યવાહી થઇ કે નહીં તે વિશે પણ તેમણે માહિતી માગી હતી. માત્ર છૂટક દારૂ વેચનારાને નહીં, તેમને માલ સપ્લાય કરતા બૂટલેગરો સુધી જો તપાસ પહોંચે તો બદીઓ ડામી શકાશે.

બદીઓને અટકાવવા માટે રજૂઆત કરતા ધારાસભ્ય

સંકુલમાં દારૂ-જુગારના ધમધમતા હાટડાઓ બંધ કરાવવા SPને કહ્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો