તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રૂા. 60 કરોડની વેટ ચોરીના કેસમાં આગળ વધતી તપાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂા. 60 કરોડની વેટ ચોરીના કેસમાં આગળ વધતી તપાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એશિયાનીસૌથી મોટી માર્કેટ ટિમ્બરના વ્યવસાયમાં અંદાજે 60 કરોડથી વધુ રકમની વેટ ચોરી બહારગામની ટીમ દ્વારા પકડવામાં આવ્યા પછી તપાસનો ધમધમાટ આગળ વધી રહ્યો છે. દરમિયાન, આજે નવા નિમાયેલા વેટના નાયબ કમિશ્નરે ચાર્જ લીધો હતો.

સંકુલના 27 જેટલા ટિમ્બરના વેપારીને ત્યાં સુરત, અમદાવાદ, ભાવનગર સહિતની વેટની તપાસ ટીમે ખાખાખોળા કર્યા હતા. તા. 1થી શરૂ થયેલી કાર્યવાહી 8મી તારીખ સુધી ચાલી હતી, જેમાં 60 કરોડની વેટ ચોરી તપાસ દરમિયાન બહાર આવી હતી. તપાસમાં બીજીતરફ વેપારીઓ દ્વારા રેલી કાઢીને હેરાનગતિ કરવામાં આવતી હોવાનું જણાવી બેંકના સીલ કરેલા એકાઉન્ટ ડીફ્રીઝ કરવા માગણી કરવામાં આવી હતી. દરમિયાન, તપાસ હજુ ચાલુ હોવાનું સૂત્રો દ્વારા જણાવાયું હતું, જ્યારે અમદાવાદથી નિમાયેલા નવા વેટ વિભાગના નાયબ કમિશ્નર બી.એમ. શ્રીમાળીએ સોમવારે બપોરે ચાર્જ લીધો હતો. ચાર્જની સોંપણી બી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ બ્રાન્ચ ટ્રાન્સફર કરીને આંતરરાજ્યના ખોટા દસ્તાવેજો તૈયાર કરવા, નોંધણી નંબર રદ હોય તેને ચાલુ કરાવી રાહતનો લાભ લીધો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. અંગે દિલ્હીમાં હજુ પણ તપાસ ચાલુ છે. આગામી દિવસોમાં વધુ કંઇક ધડાકા-ભડાકા થાય તો નવાઇ નહીં તેવું વાતાવરણ હાલના તબક્કે જણાઇ રહ્યું છે.

વાણિજ્યિક વેરા કચેરીના નાયબ કમિશ્નરે ચાર્જ સંભાળ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો