Home » Gujarat » Bhuj » Gandhidham » બીલ દેવા અંગે દર્દી અને તબીબ વચ્ચે તકરાર

બીલ દેવા અંગે દર્દી અને તબીબ વચ્ચે તકરાર

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 02:55 AM

Gandhidham News - મદદ કરનાર યુવાનો ઉપર જ રોફ જમાવતા સર્જાઇ ઘટના

  • બીલ દેવા અંગે દર્દી અને તબીબ વચ્ચે તકરાર
    આદિપુરની હોસ્પીટલમાં બીલ જનરેટ ન થતુ હોવા અંગે દર્દીઓ અને હોસ્પીટલના સ્ટાફ વચ્ચે તકરાર થઈ હતિ. જે અંગેનો વીડીયો બનાવીને વાઈરલ કરવામાં આવ્યો હતો. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસથી દર્દીને તેણે લીધેલી ટ્રીટમેન્ટ અને દવાઓનું બીલ આપવામાં ન આવી રહ્યાની ફરિયાદ ઉઠી રહિ હતી. જે અંગે હોસ્પીટલના મેડિકલ સ્ટોરમાં માર્ચ એન્ડીંગ હોવાના કારણે સોફ્ટવેર અપડૅટ થતુ હોવાનુ જણાવ્યુ હતુ. તો આ અંગે તબીબને લેખીતમાં આ સ્થીતી હોવાનું લખી આપવા દબાણ કરાયુ હતુ. તો બીજી તરફ દર્દીઓ પરેશાન થયાની રાવ પણ ઉઠવા પામી હતી. જે અંગેનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાઇરલ થતાં લોકોમાં જાતભાતની ચર્ચાએ જોર પકડ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ