રેન બસેરાના અભાવે અનેક છે છતવિહોણા

રજુઆતો અને માંગણીઓ વચ્ચે ઝુલતા પ્રશ્નનો હાથ પકડવા કોઇ તૈયાર નથી આર્થિક નગરીની ચકાચૌંધ વચ્ચે ફુટપાથ પર...

DivyaBhaskar News Network | Updated - Apr 02, 2018, 02:55 AM
રેન બસેરાના અભાવે અનેક છે છતવિહોણા
દેશભરના મોટા શહેરોમાં રેન બસેરાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે જેથી રોજગારીની શોધમાં કે અન્ય કારણોસર આવતા એવા લોકો કે જેની માથે છત નથી તેમને સહારો મળી શકે, પરંતુ ગાંધીધામ જેવા શહેર કે જ્યાં દૈનિક ધોરણે લોકો વિવિધ રાજ્યોથી આવે છે ત્યા તંત્રની ઉદાસીનતાના કારણે હજી સુધી રેન બસેરાની સુવિધા ઉભી થઈ શકી નથી.

ગાંધીધામના ઔધોગિક ચકાચૌંધથી નજીકજ એવા લોકો મોટી સંખ્યામાં જોવા મળે છે જે દૈનિક ધોરણે ફુટપાથ પર કે જાહેરમાં રહેવા મજબુર રહે છે. વિવિધ રાજ્યોથી રોટલાની શોધમાં ખેંચાઈ આવતા લોકોને રોટલો નસીબ થાય કે ન થાય પરંતુ ઓટ્લો મળી શકતો નથી. અને આ માટે તેમનું કોઇ હાથ પણ પકડતુ નથી, આ પ્રકારની સ્થીતી માટે સરકાર દ્વારા સામાન્ય રીતે રેન બસેરા બનાવવામાં આવે છે પરંતુ ગાંધીધામમાં તેનું પણ નિર્માણ હજી સુધી થઈ શક્યુ નથી. આ માટે પાલીકા રજુઆતો કરી અને હાથપગ માર્યા હોવા છતા જમીન સહિતના વિવિધ મુદાઓ હોવાના કારણે નજીકના ભવિષ્યમાં નિર્માણ પામે તેવી કોઇ આશા દેખાતી નથી ત્યારે વહિવટી અને સરકારી ફાઈલોમાં ખોવાતી આ વ્યવસ્થાઓમાં સામાન્ય વ્યક્તિ ગરમીમાં શેકાવા મજબુર બન્યો છે.

જાહેરમાં રહેવા મજબુર જરૂરીયાતમંદો

X
રેન બસેરાના અભાવે અનેક છે છતવિહોણા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App