Home » Gujarat » Bhuj » Gandhidham » પછાત વિસ્તારની 5 શાળાના 900 છાત્રોને ભોજન કરાવાયુ

પછાત વિસ્તારની 5 શાળાના 900 છાત્રોને ભોજન કરાવાયુ

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 02:55 AM

Gandhidham News - મીઠાઈ, ફરસાણ સહિત ગરમ ખાધ સામગ્રી પીરસી સમાજને રાહ દેખાડી

  • પછાત વિસ્તારની 5 શાળાના 900 છાત્રોને ભોજન કરાવાયુ
    મહાવીર જયંતીની આજે જ્યારે સમગ્ર જૈન સમાજ સંકુલમાં ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગાંધીધામના પછાત વિસ્તારોમાં 900 જેટલા બાળકો વચ્ચે યુવાનોએ રહિ તેમને ભોજન કરાવી સમાજ માટે દ્રષ્ટાંત ઉભુ કર્યુ હતુ.

    દિનબંધુ ગ્રુપ, છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ તથા જૈન સોશ્યલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે મહાવીર જયંતીની અલગ રીતે ઉજવણી કરવાનું નક્કી કરાયુ હતુ. જે અંતર્ગત સમાજના બુધવારે સમાજના યુવાનોએ એકત્ર થઈને કાર્ગો ઝુપડપટ્ટીની 5 સરકારી શાળાઓના 900 જેટલા બાળકોને મીઠાઈ, ફરસાણ સહિતનું પોષ્ટીક ભોજન પીરસ્યુ હતુ. મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત રક્તદાન શીબીર સહિતની સમાજપયોગી પ્રવુતિઓ યોજવામાં આવનાર છે ત્યારે હુંસાતુસીના માહોલ વચ્ચે સમાજસેવા માટૅ લાંબા સમયથી કાર્યરત દીનબંધુ ગ્રુપ જેવા સંગઠનો સભ્ય અને તંદુરસ્ત સમાજ માટૅ પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

    સેવાની સરવાણી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ