કાર્ગો હેન્ડલીંગમાં 11મી વખત કંડલા અવ્વલ

DivyaBhaskar News Network

Apr 02, 2018, 02:55 AM IST
કાર્ગો હેન્ડલીંગમાં 11મી વખત કંડલા અવ્વલ
દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા એ નાણાકીય વર્ષે 2017 18 ના ગાળામાં પોતાના જુના રેકોર્ડને ફરી પછાડી સળંગ 11 વર્ષે સૌથી વધુ કાર્ગો હેન્ડલ કરવાનો વિક્રમ જાળવી રહ્યો છે. પોર્ટના સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ કે પોર્ટે પોતાના માટૅ નીશ્ચીત કરેલા 106 ના લક્ષ્યાંક સામે 110થી વધુ કાર્ગો હેન્ડલ કર્યો હતો. આ અંગે સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ કે ગત વર્ષે માર્ચ સુધીમાં પોર્ટે 91.06 લાખ એમટી સામે આ વર્ષે 99.75 લાખ એમટી કાર્ગો હેન્ડલ કર્યો હતો. આમજ વાર્ષીક ગતીવીધીમાં ગતવર્ષેની સરખામણીએ 4.42%નો વધારો નોંધાવી 1100.99 લાખ એમટી કાર્ગો હેન્ડલ કરાયો હતો. આ સિદ્ધી બદલ ઈન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયા, આલોક સિંઘએ સહુનો આભાર માન્યો હતો.

સતત ધમધમતા પોર્ટનું દ્રશ્ય

100 મીલીયન ક્લબમાં પારાદીપ સામેલ

100 એમએમટી કાર્ગો હેન્ડલ કરનારા પોર્ટની યાદીમાં કંડલા, મુંદ્રા સીવાય હવે પારાદીપ પોર્ટ પણ સામેલ થઈ ગયુ છે. ચાલુ વર્ષે પારાદીપ પોર્ટ પણ 100 એમએમટીથી વધુ કાર્ગો હેન્ડલ કરી પોર્ટને સર્વોતમ કરવા તરફ ગતીમાન થઈ રહ્યુ છે. ચેરમેને પોર્ટની હેન્ડલીંગ કેપેસીટી 2025 સુધીમાં વધારીને 325 MMT કરવાનું લક્ષ્યાંક કરાયુ હોવાનું જણાવ્યુ હતુ.

કર્મચારીઓમાં પ્લોટ ફાળવણી અંગે ઉઠેલા વિવાદમાં હજી આશાની કિરણ?

પુર્વ સાંસદે ચેરમેન સાથે થયેલી વાતચીત જાહેર કરી પ્લોટ ફાળવણી અંગે કોઇ સંભાવના ન હોવાનું જાહેર કરી નાખતા દશકાઓથી પ્લોટની રાહ જોઇ રહેલા કર્મચારીઓમાં નિરાશા અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. જે અંગે જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ કહ્યુ હતુ કે આ અંગે કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. કર્મચારી સંગઠનોની માંગ અને રજુઆતો લાંબા સમયથી થઈ રહી છે અને દરેક સ્તરના અધિકારી અને મંત્રી પણ અંગત રસ લઈ રહ્યા છે તેમજ સ્થાનીક નેતાઓ, સંસ્થાઓથી લઈ વિવિધ સંગઠનોની રજુઆતો પેન્ડીંગ છે.

X
કાર્ગો હેન્ડલીંગમાં 11મી વખત કંડલા અવ્વલ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી