Home » Gujarat » Bhuj » Gandhidham » અધિકારીઓ સામે આરોપ લગાવનાર જવાન ડિસમિસ

અધિકારીઓ સામે આરોપ લગાવનાર જવાન ડિસમિસ

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 02:55 AM

‌BSF જવાન રજામાથી પરત જ ન્હોતો આવ્યો ગત વર્ષે વીડિયો વાયરલ કરી અવાજ ઉઠાવ્યો હતો

  • અધિકારીઓ સામે આરોપ લગાવનાર જવાન ડિસમિસ
    ગાંધીધામ સ્થિત 150મી બટાલીયનમાં ફરજ બજાવનાર બીકાનેરના નવરત્ન ચૌધરી કે જણે ગત વર્ષે રજામાં ઉતરી ગયા બાદ બીએસએફના અધીકારીઓ દ્વારા તાનાશાહી ભર્યું વર્તન કરવામાં આવે છે તે દર્શાવતા વિડિયો વાયરલ કર્યા બાદ રજામાંથી ન આવતા અને કોઇ પણ ખુલાસો ન કરતાં ગંભીર અશિસ્ત બદલ આ જવાનને ફોર્સમાંથી બરતરફ કરી દેવાયો છે.

    વર્ષ-2016ની શરૂઆતમાં જ મુળ બિકાનેરના અને ગાંધીધામ ખાતે બીએસએફની 150મી બટાલીયનમાં ફરજ બજાવનાર નવરત્ન ચૌધરીએ રજામાં ઉતરી ગયા બાદ ગાંધીધામ ખાતે બીએસએફના અધીકારીઓ જવાનો પાસે કાર ધોવડાવવા સહીતના અંગત કામો કરાવતા હોવાના,જવાનો માટેનું લીકર સિવિલિયનોને વેચતા હોવાના તેમજ જો અધિકારી સામે કોઇ જવાન થાય તો તે જવાન સામે તાનાશાહી ભર્યું વર્તન કરાતું હોવાના આક્ષ્ેપો સાથે વિડિયો વાયરલ કર્યા હતા જેના કારણે ચકચાર મચી જવા પામી હતી ફોર્સ દ્વારા આ જવાનને ખુલાસો કરવા મોકો અપાયુ હતો છતા઼ તે રજામાંથી પરત ન આવતાં ગંભીર પ્રકારનું અશિસ્ત કર્યું હોવાથી નવરત્ન ચૌધરીને ફોર્સમાંથી ડિસમિસ કરી દેવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનિ છે કે આ જવાને તમામ વીગતો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડી હોવાનો વિડિયો પણ વાયરલ કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending