• Home
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • કેપીટીની આજની બોર્ડ મીટિંગમાં નવા-જૂનીની વકી

કેપીટીની આજની બોર્ડ મીટિંગમાં નવા-જૂનીની વકી

કંડલા પોર્ટ ટ્રસ્ટની આ વર્ષની અંતિમ મીટિંગ 28મી માર્ચના બોલાવવામાં આવી છે. રેગ્યુલર ચેરમેન વિહોણા પ્રશાસનની આ...

DivyaBhaskar News Network | Updated - Mar 28, 2018, 02:55 AM
કેપીટીની આજની બોર્ડ મીટિંગમાં નવા-જૂનીની વકી
કંડલા પોર્ટ ટ્રસ્ટની આ વર્ષની અંતિમ મીટિંગ 28મી માર્ચના બોલાવવામાં આવી છે. રેગ્યુલર ચેરમેન વિહોણા પ્રશાસનની આ બેઠકમાં મુકવામાં આવેલા એજન્ડાની દરખાસ્તમાં કેટલાક વિવાદાસ્પદ દરખાસ્તો પણ મુકાઇ છે. જેને કારણે વિવાદ થવાની શક્યતા છે. નાણાંકીય વર્ષ પુરૂં થઇ રહ્યું છે ત્યારે બોર્ડની આ વર્તમાન બોડીની અંતિમ બેઠકમાં નવા જૂની થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પોર્ટ પ્રશાસનમાં ચેરમેન રવિ પરમારની મુદ્દત પુરી થયા પછી નવાની નિમણુંક કરવાને બદલે મુંબઇ પોર્ટના ચેરમેન સંજય ભાટીયાને વધારાનો હવાલો આપી દેવામાં આવ્યો છે. જેને કારણે રૂટીન વહીવટને પણ વ્યાપક અસર પડી રહ્યાનો ગણગણાટ ઉઠી રહ્યો છે. રેગ્યુલર ચેરમેનના અભાવે મહત્વના નિર્ણયોમાં વિલંબ થઇ રહ્યો હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે.

બોર્ડ મીટિંગમાં છેલ્લી ઘડીએ સુધારા વધારા મુકવામાં આવે તેવું વાતાવરણ છે. અત્યાર સુધી મુકવામાં આવેલા એજન્ડામાં કેટલાક સ્થળે તો જે તે એકમો ચાલુ હોવા છતાં તેની હરરાજીની પ્રક્રિયા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ બેઠકમાં અદાલતમાં ચાલતા કેટલાક કિસ્સાઓ પણ આવા મુકવામાં આવ્યા હોવાથી કેવી રીતે નિર્ણય લેવો તેની ઉપર સઘળો મદાર છે. કોર્ટ કેસ ચાલુ હોવા છતાં નિર્ણય ઠોકી બેસાડવામાં આવશે તો તેનો વિરોધ પણ થઇ શકે તેમ છે. કારણ કે કોર્ટના તિરસ્કારનો પ્રશ્ન પણ ભવિષ્યમાં આ બોર્ડના ટ્રસ્ટીઓ પર ઝળુંબી રહ્યો છે.

X
કેપીટીની આજની બોર્ડ મીટિંગમાં નવા-જૂનીની વકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App