Home » Gujarat » Bhuj » Gandhidham » ટીબીના 50 દર્દીઓને રાશનની કીટ અપાઇ

ટીબીના 50 દર્દીઓને રાશનની કીટ અપાઇ

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 02:55 AM

Gandhidham News - લોકજાગૃતિ લાવવા માટે અને કરવામાં આવેલી કામગીરી સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીબીના 50...

  • ટીબીના 50 દર્દીઓને રાશનની કીટ અપાઇ

    લોકજાગૃતિ લાવવા માટે અને કરવામાં આવેલી કામગીરી સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીબીના 50 દર્દીઓને રાશનકીટનું વિતરણ કરાયું હતું.

    તાલુકા હેલ્થ ઓફિસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રવણકુમાર સુનિતાબેન અગ્રવાલ, વંદનાબેન જેઠવા, મનોજભાઇ ચૌહાણની સંસ્થા દ્વારા 50 ટીબીના દર્દીઓને રાશનની કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયાએ ટીબીના રોગ અંગે સંપૂર્ણ માહિતી, નિદાન, સહાય અને નવા ટીબીના કેસની જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પાલિકા પ્રમુખ ગીતાબેન ગણાત્રા, જીડીએના પૂર્વ ચેરમેન મધુકાંત શાહ, મીઠીરોહરના પીએચસી મેડીકલ ઓફિસર મનોરમાબેન વગેરે હાજર રહ્યા હતા. ટીબીના સૌથી વધુ કેસ તાલુકા હેલ્થ ઓફિસમાં નોંધાવવા બદલ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા ગાંધીધામના ડૉ. જે.કે. આયરનું સન્માન કરવામાં આવ્યું હતું, જેની પણ જાણકારી અપાઇ હતી. દર ત્રણ મહિને 40થી વધુ ટીબીના કેસોની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જે બદલ આરોગ્યની ટીમને અભિનંદન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 2017માં 265 કેસ ટીબીના નોંધાયા હતા.

    ક્ષય દિનની ઉજવણીમાં ઉપસ્થિત અગ્રણીઓ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ