Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » એનએસએસ યુનિટે ખારીરોહર ગામે શિબિર યોજી જાગૃતિ ફેલાવી

એનએસએસ યુનિટે ખારીરોહર ગામે શિબિર યોજી જાગૃતિ ફેલાવી

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 02:55 AM

રાજાભાઇ પટેલ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા દત્તક લેવામાં આવેલા ખારીરોહર ગામે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું....

  • એનએસએસ યુનિટે ખારીરોહર ગામે શિબિર યોજી જાગૃતિ ફેલાવી
    રાજાભાઇ પટેલ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા દત્તક લેવામાં આવેલા ખારીરોહર ગામે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામમાં બેટી બચાવો, બેટી પઢાવો, વ્યશનમુક્તિ, સ્વચ્છતા આધારીત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામની મુખ્ય બજારમાં સામાજિક તથા સંબંધિત પ્રશ્નો પર શેરી નાટક પણ રજૂ કરવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતના ઉપસરપંચ સદ્દામભાઇ લાડક અને ઇશાકભાઇએ છાત્રોને સંબોધન કરતા ગામના વિકાસ માટે ગત વર્ષની કામગીરીને બિરદાવી હતી. શિબિરને સફળ બનાવવા પ્રોગ્રામ ઓફિસર ડૉ. ભાવેશ ભટ્ટ, નમ્રતા મામતોરા અને સંજયભાઇ ગુસાઇએ જહેમત ઉઠાવી હતી.

    હળવાસની પળમાં ખેલકૂદમાં વ્યસ્ત છાત્રો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending