Home » Gujarat » Bhuj » Gandhidham » કાર્ગોમાં દુષિત પાણીના નિકાલની કરાઇ વ્યવસ્થા

કાર્ગોમાં દુષિત પાણીના નિકાલની કરાઇ વ્યવસ્થા

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 02:55 AM

ગાંધીધામ નગરપાલિકામાં ગઇ કાલે યુવક કોંગ્રેસના નેજા હેઠળ કાર્ગો વિસ્તારના રહીશોના લોકોએ રેલવેએ નાળું બુરી દેતાં...

  • કાર્ગોમાં દુષિત પાણીના નિકાલની કરાઇ વ્યવસ્થા
    ગાંધીધામ નગરપાલિકામાં ગઇ કાલે યુવક કોંગ્રેસના નેજા હેઠળ કાર્ગો વિસ્તારના રહીશોના લોકોએ રેલવેએ નાળું બુરી દેતાં ગટરનું દૂષિત પાણી લોકોના ઘરમાં અને રસ્તા પર વહી રહ્યા અંગે ઘેરાવ કર્યો હતો. પાલિકામાં રજૂઆત કરવામાં આવ્યા પછી જાગેલા તંત્ર દ્વારા આજે સ્થળ પર જેસીબી મુકીને પાણીના નિકાલની વ્યવસ્થા માટે પગલા ભરવામાં આવ્યા હતા.

    કાર્ગો વિસ્તારના લોકોની હાલત કફોડી બનેલી છે. મોટા વિસ્તારમાં પાલિકા દ્વારા લોક સુવિધાના કેટલાક કામો કરવામાં આવ્યા નથી તેવો કકળાટ યથાવત રહ્યો છે. ગત બોડી વખતે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કોંગ્રેસના સભ્યો કરતા હતા જ્યારે વર્તમાન સમયે ચાર બેઠકોને ભાજપને ફાળે ગયા પછી કેટલાક કામો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં રસ્તાનો સમાવેશ થાય છે. દરમિયાન ત્રણ દિવસ પહેલા વેલસ્પન કંપનીને સોંપવામાં આવેલ કામગીરીમાં ઉણપ જણાતા ગટરના પાણીની ફરિયાદ કાર્ગો વિસ્તારમાં ઉદ્દભવી હતી. ઉભી થયેલી આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે રહીશોએ પ્રથમ રેલવે પ્રશાસન સામે અવાજ ઉઠાવ્યો હતો અને ધરણા પણ કર્યા હતા. પરંતુ તેનો કોઇ નિકાલ આવ્યો ન હતો. દરમિયાન સોમવારે પાલિકા કચેરીએ જઇને રહીશોએ હૈયાવરાળ ઠાલવ્યા બાદ ચીફ ઓફિસર નીતિન બોડાતે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી અને આજે કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે કારોબારી સમિતિના ચેરમેન તારાચંદ ચંદનાનીને પણ આવેદન પત્ર આપવામાં આવ્યા પછી તેઓએ જેસીબી મુકવા માટે ખાતરી આપી હતી. આમ પાણીના નિકાલની કામગીરી શરૂ થતાં આ વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવ્યો છે.

    જેસીબીને કામે લગાડી દેવામાં આવ્યા

    સભામાં પણ પ્રશ્નો ઉભા થતા હતા

    ગત બોડી વખતે નગરપાલિકાની સામાન્ય સભામાં કાર્ગો વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહેલા તત્કાલિન વિપક્ષના નેતા સંજય ગાંધી દ્વારા આ વિસ્તાર પ્રત્યે પાલિકા ઉપેક્ષા રાખી રહી હોવાથી વિકાસના કામો થતા નથી તે બાબતે ફરિયાદ કરતા હતા. જેના જવાબમાં ફ્લોર પરથી ખાતરી આપવામાં આવતી હતી. પરંતુ કોઇ જ કામ થતા ન હતા. રાજકીય સમીકરણો બદલાયા પછી આ વિસ્તારમાં થોડાઘણા અંશે કામો શરૂ થયા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ