શહેરના દરેક નાગરિક પર Rs. 1743નું દેવું

DivyaBhaskar News Network

Mar 28, 2018, 02:55 AM IST
શહેરના દરેક નાગરિક પર Rs. 1743નું દેવું
ગાંધીધામ નગરપાલીકાની નીતિના કારણે જોવામાં આવે તો આજની તારીખે 3.50 લાખની વસ્તીએ સંકુલના પ્રતિ નાગરિક 1743 રૂપિયાનું દેવું છે. પાલિકા પાસે અન્ય કોઇ વધારાનું દેવું નથી માત્ર પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવતા પાણીના બીલની 50 ટકા રકમ જ ભરવામાં આવતી હોવાથી અંદાજે 61 કરોડથી વધુ રકમ પાલિકા પાસે પાણી પુરવઠા બોર્ડ માંગી રહ્યુ છે.

બજેટમાં સત્તાધારી પક્ષ દ્વારા કોઇ નવી જોગવાઇ કરવાની દ્રષ્ટી ન હોવાથી અંદાજપત્રમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. 100કરોડથી વધુ રકમના નવા વર્ષના બજેટને બહુમતીએ બહાલી તો ભાજપએ સામાન્ય સભામાં અપાવી દીધી પરંતુ પાલિકા પર વધી રહેલા દેવાના મુદે પદાધિકારીઓ દ્વારા કોઇ રસ દાખવવામાં આવતો હોય તેવું જણાતું નથી. સત્તાની ખેંચતાણના અભિયાનમાં જોડાયેલા પદાધિકારીઓ દ્વારા શહેરીજનો ઉપર તોળાઇ રહેલા આ દેવાની સ્થિતિનો ઉકેલ લાવવા માટે કોઇ જ આયોજન કરવામાં આવ્યું નથી. જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ નગરપાલિકાને નર્મદાનું પાણી, પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવી રહ્યું છે જેનું માસીક બીલ અંદાજે 25 લાખ જેટલું થાય છે. આ રકમની 50 ટકા રકમ જ બીલ પેટે ચુકવાઇ રહી છે. વર્ષોથી આ જ પધ્ધતિએ વહીવટ ચલાવીને પાલિકા દ્વારા દેવામાં વધારો કરવાની કાર્યવાહી ચાલી રહી છે જે ચિંતાજનક ગણી શકાય. સુશાસનની વાતો કરવાની સાથે લોકો પર દેવું વધે તેવી અપનાવાઇ રહી છે તે બંધ કરી તાકીદે પ્રશ્ન ઉકેલાય તે જરૂરી છે.

ભાસ્કર અેક્સક્લૂિઝવ

આઠ વર્ષ પહેલા બીલ મુદે નક્કી થયું હતું

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ પાલિકા પર દર વર્ષે બીલ વધી જતા તત્કાલીન પાણી પુરવઠા બોર્ડના મંત્રી સાથે અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જે તે સમયે નકકી થયા મુજબ પાલિકા દર મહીને નિશ્ચિત બીલમાંથી 50 ટકા રકમ ભરીને છુટકારો મેળવી રહી છે. જો કે પાણી પુરવઠાના ચોપડે તો દર વર્ષે આ રકમનો વ્યાપ વધતો જાય છે. અગાઉ એક વખત પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાલિકાને નોટીસ પણ આપવામાં આવી હતી પરંતુ રાજકીય દબાણના કારણે રકમ ઉઘરાવવા માટે પાણી પુરવઠા બોર્ડને પાણીમાં બેસી જવું પડે છે. અન્ય પાલીકામાં જુદા જુદા અન્ય દેવા પણ વધારે હોય છે પરંતુ અહીં સ્થિતિ સારી ગણી શકાય કારણ કે અધિકારીઓના દાવા મુજબ આ સિવાય કોઇ વધારાનું દેવું નથી.

અધિકારી - પદાધિકારીઓને મલાઇમાં જ રસ છે ?

પાલિકામાં હાલ ચાલી રહેલા ખટપટના ખેલમાં જોવામાં આવે તો કેટલાક અધિકારી અને પદાધિકારીઓને માત્ર ગ્રાન્ટના આવેલા કામોમાંથી સારી સુવિધા ઉભી થાય તે માટે પગલા ભરાવવામાં આવી રહ્યા છે. લોકસુવિધાના કામો થાય તે જરૂરી છે પરંતુ તેમાં કામની ગુણવત્તાના મુદે કરવામાં આવતી બાંધછોડ અનેકવિધ પ્રશ્નો ઉભા કરી રહી છે તેમાં લોકોની દ્રષ્ટીએ અધિકારીઓ અને પદાધિકારીઓ શંકાના દાયરામાં આવે તે સ્વાભાવીક છે. ચીફ ઓફિસર નીતીન બોડાતે જણાવ્યું હતું કે, સાત કરોડ પાણીનું બીલ વાર્ષિક આવે છે તેમાં બે કરોડની જ આવક થાય છે. અન્ય જીઇબીના બીલ નિયમિત રીતે ભરી દેવામાં આવે છે. બાકી કોઇ સરકારી દેવું નથી.

રોટલા કરતા અથાણું વધી જતું હોય છે!

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વહીવટ ચલાવવો મુશ્કેલ બનતો હોય છે. આવકની મોટા ભાગની રકમ કર્મચારીના પગાર પાછળ વપરાઇ જતી હોય છે. આ સંસ્થાઓમાં રોટલા કરતા કેટલીક વ ખત અથાણું વધી જતું હોવાથી વિકાસ કામો થતા નથી. રોજેરોજ લોકો પર દેવાનો બોજ ખડકી દેવામાં આવતો હોય છે. ગાંધીધામ પાલિકાની વાત કરવામાં આવે તો સરકારી કોઇ અન્ય દેવા બહૂ છે નહીં. તે સારી બાબત ગણી શકાય. પરંતુ લાંબા સમયથી ચાલતા પાણી પુરવઠા બોર્ડના ગજગ્રાહના આ મુદ્દે વહેલાસર ઉકેલ લાવવા માટે કોઇ તૈયાર થતું નથી.

X
શહેરના દરેક નાગરિક પર Rs. 1743નું દેવું
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી