Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » મનોરંજનના કરની ગ્રાન્ટનો બજેટમાં છેદ ઉડાવી દેવાયો?

મનોરંજનના કરની ગ્રાન્ટનો બજેટમાં છેદ ઉડાવી દેવાયો?

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 02:55 AM

ગાંધીધામ નગરપાલિકા દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા 102 કરોડના બજેટમાં વિપક્ષ દ્વારા જુદી જુદી ત્રુટીઓ પર પ્રકાશ...

  • મનોરંજનના કરની ગ્રાન્ટનો બજેટમાં છેદ ઉડાવી દેવાયો?
    ગાંધીધામ નગરપાલિકા દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા 102 કરોડના બજેટમાં વિપક્ષ દ્વારા જુદી જુદી ત્રુટીઓ પર પ્રકાશ ફેંકવા પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. બહૂમતીના જોરે ખાસ સભામાં બજેટને ફટાફટ મંજુરી આપી દેવામાં આવી હતી. બજેટના હેડ પર જોવામાં આવે તો મનોરંજનની કેટલી રકમ આવશે તે અંગે કોઇ જ ઉલ્લેખ કરવામાં ન આવતાં જાણકારોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કેબલ ઓપરેટરો પાસેથી કનેકશન દીઠ છ રૂપિયા વેરો લેવામાં આવે છે.

    પાલિકાના બજેટને પાસ કરવા માટે ગત 20મી તારીખે યોજાયેલી સભામાં વિવિધ મુદ્દા ઉભા કરવામાં આવતા સત્તાપક્ષ મુંઝાઇ ગયો હતો. ચીફ ઓફિસર અને એકાઉન્ટ દ્વારા જુદા જુદા હેડની વિગત પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કેટલાક કિસ્સામાં આંકડાકીય માયાજાળ ગણાતા આ બજેટમાં રહેલી ત્રુટી ઉડીને આંખે વળગતી હતી. દરમિયાન આ બજેટમાં મનોરંજન કરની આવકનું કોઇ જ રકમ દર્શાવવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, કેબલના કનેકશન દીઠ પાલિકા દ્વારા ગ્રાન્ટ ઉઘરાવીને કલેક્ટર કચેરીઓ મોકલવામાં આવે છે તેમાંથી છ રૂપિયા કનેકશન દીઠ વેરો મનોરંજનનો લેવાતો હોય છે. અહીં અંદાજે સાડા ત્રણ લાખની વસ્તી જોવામાં આવે તો અંદાજે 40 હજારથી વધુ મકાનોમાં કેબલ કનેકશન હોવાની શક્યતા જોતાં તેટલા કનેકશનનો વેરો આવવો જોઇએ પરંતુ અગાઉ પણ આ મુદ્દે વિવાદ થયો હતો તેમ કેટલી રકમ, કેટલા કનેકશનની ઉઘરાવવામાં આવે છે તેવો પ્રશ્ન પણ હાલના તબક્કે ઉઠે તે સ્વભાવિક છે. સામાન્ય સભામાં પણ જુદા જુદા મુદ્દા પર પ્રકાશ પાડવામાં અધિકારીઓને ફાંફા પડ્યા હતા.

    કેટલો વેરો વસૂલાયો છે?

    વર્ષ વેરો

    2015-16 8.58 લાખ

    2016-17 15.14 લાખ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending