Home » Gujarat » Bhuj » Gandhidham » Rs. 23 લાખના સોયાબીન તેલની ડીલીવરી ન કરી

Rs. 23 લાખના સોયાબીન તેલની ડીલીવરી ન કરી

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 02:55 AM

Gandhidham News - અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલી ગોકુલ એગ્રો રીસોર્સ લી. માંથી ઓઈલના જથ્થાને ભરીને યુપી લઈ જવાનું...

  • Rs. 23 લાખના સોયાબીન તેલની ડીલીવરી ન કરી
    અંજાર તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલી ગોકુલ એગ્રો રીસોર્સ લી. માંથી ઓઈલના જથ્થાને ભરીને યુપી લઈ જવાનું હતુ. પરંતુ અહિથી ભર્યા બાદ ટૅંકરે તે નિયત સ્થળે ન પહોંચાડી તે પહેલાજ સગેવગે કરી નાખતા કંપનીએ ટાન્સપોર્ટર અને ચાલક વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરી હતી.

    ગોકુલ એગ્રો રીસોર્સના મેનેજર શ્રીકુમાર પ્રેમચંદ જૈને અંજાર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર કંપનીથી સોયાબીન રીફાઈન ઓઈલનો 29.935 મેટ્રીક ટન, 22,94,518 ની કિંમતનો જથ્થો ઉતરપ્રદેશના કાનપુર મોકલવાનો હતો. જે મુજબ આરોપી અભીષેક બલ્ક કેરીયરના ટ્રાન્સપોર્ટર લાલચંદ જાંટ અને આરજે 47 જીએ 0474 ના ડ્રાઈવર અને ક્લીનર તા.08/03 ના જથ્થો લઈને નિયત સ્થળે પહોંચાડવા માટે વાયદો કરીને નિકળેલ હતા. પરંતુ તે જથ્થાને નિયત સ્થળે ન પહોંચાડી માલ સગેવગે કરી નાખ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ