દરગાહને નુકશાન કરનારા સામે પગલા ભરો

અબડાસા તાલુકાના સુથરી ગામ નજીક આવેલ પીર મિંયા અબ્દુલા અલહેની કબ્રસ્તાનને નુકશાન કરવામાં આવ્યા બાદ થોડા સમયમાં જ...

DivyaBhaskar News Network | Updated - Mar 28, 2018, 02:55 AM
દરગાહને નુકશાન કરનારા સામે પગલા ભરો
અબડાસા તાલુકાના સુથરી ગામ નજીક આવેલ પીર મિંયા અબ્દુલા અલહેની કબ્રસ્તાનને નુકશાન કરવામાં આવ્યા બાદ થોડા સમયમાં જ અબડાસાના મોથાળા ગામે આવેલ પીર હઝરત નુરમામદ શાની દરગાહને નુકશાન કરાયું હતું. ભવાનીપરના દરગાહને તોડીને નુકશાન કરાયુ હતું. ત્યારબાદ અંજારના શિણાય ગામે પણ દરગાહને નુકશાન કરાયું છે. જ્યારે તુણા વંડીની નાગેશા પીરની દરગાહને નુકશાન કરેલ છે. આ ધાર્મિક સ્થાનોને મુસ્લીમ ઉપરાંત સનાતન હિન્દુ ધર્મના લોકો આસ્થા ધરાવી રહ્યા છે. સબંધીત પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવ્યા છતાં ગુન્હેગારોને પકડવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. કોમી એકતાને તોડવા અને કોમી અશાંતિ ફેલાવવાના ઉદેશ્યથી કરાતી હરકતો સાંખી લેવામાં નહી આવે. જવાબદારો સામે તાકીદે પગલા ભરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કલેકટરને રજુઆત કરી છે.

X
દરગાહને નુકશાન કરનારા સામે પગલા ભરો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App