Home » Gujarat » Bhuj » Gandhidham » મોટા મતિયા દેવ પદયાત્રી માટે અંજારમાં કેમ્પ

મોટા મતિયા દેવ પદયાત્રી માટે અંજારમાં કેમ્પ

Divyabhaskar.com | Updated - Mar 28, 2018, 02:55 AM

અબડાસા તાલુકાના ગુડથર ગામે આવેલ મહેશ્વરી સંપ્રદાયના ઇષ્ટદેવ મતિયા દેવની યાત્રા તા.3થી 4 એપ્રિલ છે. દાદાના મંદિરે...

  • મોટા મતિયા દેવ પદયાત્રી માટે અંજારમાં કેમ્પ
    અબડાસા તાલુકાના ગુડથર ગામે આવેલ મહેશ્વરી સંપ્રદાયના ઇષ્ટદેવ મતિયા દેવની યાત્રા તા.3થી 4 એપ્રિલ છે. દાદાના મંદિરે જતા પદયાત્રાળુઓ માટે અંજાર પાવર હાઉસથી આગળ એન.કે. ફાર્મ હાઉસ પાસે અંજાર મહેશ્વરી સમાજ સંચાલિત મામૈદેવ યુવા મિત્ર મંડળ દ્વારા 29 માર્ચથી 31 માર્ચ સુધી ચા, પાણી, ભોજન, મેડીકલ સેવા તેમજ આરામની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમનો લાભ લેવા સમાજના પ્રમુખ ખીમજીભાઇ પાલુભાઇ સિંધવે જણાવ્યું છે. કેમ્પને સફળ બનાવવા શામજીભાઇ સિંધવ, વીરજીભાઇ નોરીયા, મંગલ ફફલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહેશ્વરી સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં પગપાળા જઇને યાત્રા કરે છે. તેને માટે ઠેર ઠેર આવા કેમ્પનું આયોજન થતું હોય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending