ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Gandhidham» મીઠીરોહરમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો : 3 શખસો જથ્થા સાથે જબ્બે

    મીઠીરોહરમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો : 3 શખસો જથ્થા સાથે જબ્બે

    DivyaBhaskar News Network | Last Modified - Mar 28, 2018, 02:55 AM IST

    વેચવા માટે અન્ય શખસને આપેલો 1.75 લાખનો મુદામાલ રીકવર કરાયો ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ ગાંધીધામ તાલુકાના મીઠી...
    • મીઠીરોહરમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો : 3 શખસો જથ્થા સાથે જબ્બે
      મીઠીરોહરમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો : 3 શખસો જથ્થા સાથે જબ્બે
      વેચવા માટે અન્ય શખસને આપેલો 1.75 લાખનો મુદામાલ રીકવર કરાયો

      ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ

      ગાંધીધામ તાલુકાના મીઠી રોહર વિસ્તારમાં આવેલી કંપનીના ગોડાઉનમાં છાપરા તોડીને સાડા પાંચ લાખના કોપર વાયર ચોરી કરવાના પ્રકરણનો ભેદ એલસીબીએ ઉકેલ્યો હતો. ચોરી કરનારા બે શખસોને પકડી ચોરાયેલા જથ્થામાંથી 1.75 લાખનો મુદામાલ રીકવર કરાયો હતો.

      સતત ઔધોગિક ગતીવીધીથી ધમધમતા તાલુકાના મીઠી રોહર વિસ્તારમાં આવેલી રીશી કિરણ કંપનીના ગોદામમાંથી માર્ચ મહિનાની શરુઆતે તસ્કરોએ ઉંચી દિવાલ લાંઘીને અંદર રહેલા 5,62,100ની કિંમતના કોપર વાયરની તસ્કરી કરી હતી. એલસીબીએ પોતાની આગવી ઢબે કેસને સોલ્વ કરવા માટે ભંગારના વેંચાણ પર નજર રાખી હતી. જેમાં મચ્છુનગરમાં આવેલા ભંગારના વાડામાં ચોરાઉ જથ્થા જેવોજ માલ આવ્યો હોવાની જાણકારી મળતા તેને ચલાવતા નારણ છાંગા જાટ (ઉ.વ.35) (મુળ રાજસ્થાન, હાલે ઈન્દીરાનગર, ગાંધીધામ) ને પકડી પાડી પુછપરછ આદરી હતી. જે લીડ્સના આધારે મહંમદ ઉર્ફે અનીલકપુર મુસાભાઈ નિંગામણા (ઉ.વ.20) (રહે. ખારીરોહર, પીરકોલોની) અને સલીમ ઉર્ફે મોજ અબ્દુલ નિંગામણા (ઉ.વ.32) (રહે. ખારીરોહર, બસ સ્ટૅશન પાસે) ને પકડી પાડી પુછપરછ કરતા તેમણે ચોરી કર્યાની કબુલાત આપી હતી. બંન્નેએ પોપટ બનીને કહ્યુ હતુ કે જથ્થો ચોરીને વેંચવા માટે આ ભંગારના વાડામાં આપ્યો હતો. આ સમગ્ર કામગીરી એલસીબી પીઆઈ જે.પી. જાડેજાની આગેવાની હેઠળ થઈ હતી,જેમાં એમ.કે.ખાંટ, લક્ષ્મણભાઈ આહીર, રાજકુમાર આહિર, સામત આહિર, મેરકુભાઈ આલાણી વગેરે સ્ટાફ જોડાયો હતો.

      ઝડપાયેલા આરોપી અને એલસીબી સ્ટાફ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મીઠીરોહરમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો : 3 શખસો જથ્થા સાથે જબ્બે
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top