Home » Gujarat » Bhuj » Gandhidham » રામબાગ હોસ્પિટલમાં મહિલા તબીબની નિમણુંક

રામબાગ હોસ્પિટલમાં મહિલા તબીબની નિમણુંક

Divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 02:55 AM IST

ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં તબીબોની ખાલી પડેલી જગ્યાઓને કારણે લોકોને પુરતી સુવિધા આરોગ્યલક્ષી મળી શકતી ન હતી....

  • રામબાગ હોસ્પિટલમાં મહિલા તબીબની નિમણુંક
    રામબાગ હોસ્પિટલમાં મહિલા તબીબની નિમણુંક
    ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં તબીબોની ખાલી પડેલી જગ્યાઓને કારણે લોકોને પુરતી સુવિધા આરોગ્યલક્ષી મળી શકતી ન હતી. સંકુલના ગરીબ વર્ગ માટે આર્શિવાદ સમાન બનેલી આ હોસ્પિટલના રેઢીયાળ વહીવટને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રાજ્યના આરોગ્યમંત્રીને અગાઉ અનેકવખત રજૂઆતો કરવામાં આવી હતી અને મહત્વની જગ્યાઓ ભરવા માગણી પણ કરાઇ હતી. દરમિયાન હવે ધીરે ધીરે હોસ્પિટલમાં તબીબોની ઘટ પુરવા માટે પગલા ભરાઇ રહ્યા છે. પૂર્વ સાંસદ દ્વારા કરવામાં આવેલી રજૂઆત પછી સરકારે તાજેતરમાં એક મહિલા તબીબની નિમણુંક કરતાં તેને ચાર્જ પણ લઇ લીધો છે. હાલ ત્રણ મેડીકલ ઓફિસરની જગ્યા ભરાઇ છે.

    રામબાગ હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણુંક, દવાનો જથ્થો ફાળવવા, એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા સહિતના મુદ્દે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પૂર્વ સાંસદ પૂનમબેન જાટે રજૂઆત કરી હતી. રજૂઆત બાદ ખાતરી આપવામાં આવી હતી. તા.6ના મેડીકલ ઓફિસર ચંદ્રશ્રી શાહની વરણી કરતાં આ મહિલા તબીબહાજર પણ થઇ ગયા છે. હવે અન્ય સુવિધાઓ મળવાના આશાર જણાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, મહત્વના 9 તબીબ સહિત 30થી વધુ જગ્યાઓ આ સરકારી હોસ્પિટલમાં ખાલી છે. સુપ્રિટેન્ડેન્ટ ડૉ. શ્રીવાસ્તવ, ડૉ. સિન્હા બે જગ્યાઓ થકી અત્યાર સુધી તબીબી સુવિધાઓ આપવામાં આવતી હતી. જેમાં કેટલીક વખત સુપ્રિટેન્ડેન્ટને સતત ફરજ પર હાજર રહેતા તબીયત બગડી ગયાના બનાવ પણ બન્યા છે.

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ