Home » Gujarat » Bhuj » Gandhidham » ઇ. ચેરમેનનો આજે કંડલા પોર્ટમાં આંટો

ઇ. ચેરમેનનો આજે કંડલા પોર્ટમાં આંટો

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 02:55 AM

દીન દયાલ પોર્ટના ચેરમેન તરીકે મુંબઇ પોર્ટના ચેરમેનને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. સંજય ભાટીયા આવતી કાલે મુંબઇ...

  • ઇ. ચેરમેનનો આજે કંડલા પોર્ટમાં આંટો
    દીન દયાલ પોર્ટના ચેરમેન તરીકે મુંબઇ પોર્ટના ચેરમેનને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. સંજય ભાટીયા આવતી કાલે મુંબઇ પોર્ટના અધિકારીઓના કાફલા સાથે કંડલા આવી પહોંચી અધિકારીઓ સાથે બેઠક યોજીને જુદી જુદી બાબતોની માહિતી મેળવશે. અંદાજે 24 કલાકના તેમના રોકાણ દરમિયાન જુદી જુદી બેઠકો પણ યોજીને માહિતગાર થવાનો પ્રયત્ન કરશે તેમ જણાઇ રહ્યું છે.

    દીન દયાલ પોર્ટના ચેરમેન રવિ પરમારનો કાર્યકાળ પુરો થયો હતો. તેમના સ્થાને શિપિંગ મંત્રાલય દ્વારા મુંબઇ પોર્ટના ચેરમેન ભાટીયાને વધારાનો ચાર્જ આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ પછી ચાર્જમાં રહેલા અધિકારી ક્યારે ગાંધીધામ આવશે તે અંગે કર્મચારીઓમાં અટકળબાજીઓ ચાલી રહી હતી. દરમિયાન તાજેતરમાં મળેલા સંદેશા મુજબ મુંબઇ પોર્ટના કેટલાક અધિકારીઓને સાથે રાખીને ભાટીયા ગુરૂવારે ગાંધીધામ આવી પહોંચશે. પોર્ટના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરીને જુદી જુદી બાબતો પર માહિતી મેળવશે. ચેરમેનના આગમનના સંદેશના પગલે એઓ બિલ્ડીંગમાં ધમધમાટ શરૂ થયો છે.

    10 વર્ષથી નંબર વન પોર્ટ

    કંડલા પોર્ટે સતત 10 વર્ષથી મેજર પોર્ટમાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. આ બાબતે જે તે સમયના અધિકારીઓની આવડત અને કર્મચારી તથા પોર્ટ યુઝર્સની મહેનત પણ રંગ લાવી હતી. તેની કામગીરીને કારણે હરીફાઇના યુગમાં પણ કંડલા પોર્ટે પોતાની પ્રગતિ જાળવા રાખી છે. આ પ્રગતિની કૂચ જળવાઇ રહે તે માટે હવેના અધિકારીઓએ પુરતું માર્ગદર્શન આપવું જરૂરી બનશે. જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ મુંબઇ પોર્ટના અધિકારીઓ કંડલા પોર્ટની કામગીરીની સમીક્ષા પણ કરશે અને કેવી રીતે આ સ્થાન મેળવ્યું છે તેનો તાગ મેળવવાનો પ્રયત્ન કરે તેવી પણ સંભાવના છે.

    પોર્ટના કેટલાક વિભાગો રડારમાં

    કંડલા પોર્ટે જે રીતે દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સારૂં એવું નામ કમાયું છે તેની સામે કેટલાક કર્મચારીઓની નીતિરીતિને કારણે પોર્ટનું નામ પણ વગોવાયું છે. કેટલાક વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વખતો વખત અવાજ ઉઠે છે પરંતુ તેનું કોઇ પરીણામ આવતું નથી. વાદ-વિવાદ પછી જે તે વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી સામે પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે. જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ઇન્ચાર્જ ચેરમેન ભાટીયા પાસે તમામ વિભાગોની રજેરજની માહિતી પહોંચાડી દેવામાં આવી છે. જેમાં કેટલા વિભાગોમાં ચાલતા લોલંમલોલ વહીવટ અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ વિભાગો કીપોસ્ટ સમાન છે જેમાં તાજેતરમાં પણ કેટલાક વિવાદો થયા છે. આ વિભાગો ઉચ્ચ અધિકારીના રડારમાં રહે તેવી સંભાવના છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ