Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Gandhidham » શિવમંદિર પાસે પાઇપલાઇનના લીકેજથી થતો પાણીનો બગાડ

શિવમંદિર પાસે પાઇપલાઇનના લીકેજથી થતો પાણીનો બગાડ

Divyabhaskar.com | Updated - Feb 22, 2018, 02:55 AM

ગાંધીધામ-આદિપુર સંકુલમાં પીવાનું પાણી લોકોને વ્યવસ્થિત રીતે પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે પગલા ભરવામાં આવવા...

  • શિવમંદિર પાસે પાઇપલાઇનના લીકેજથી થતો પાણીનો બગાડ
    ગાંધીધામ-આદિપુર સંકુલમાં પીવાનું પાણી લોકોને વ્યવસ્થિત રીતે પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે પગલા ભરવામાં આવવા જોઇએ તે આવતા નથી. નર્મદાના પાણી પર આધાર રાખીને બેઠેલી પાલિકા પાસે નેટવર્કનો અભાવ અને અનેકવિધ ખામીને કારણે લોકોને છતેપાણીએ અગાઉ તરસ્યા રહેવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. હાલ પણ પાણીનો બગાડ થતો અટકાવવા માટે પગલા ભરવા જોઇએ તે ભરવામાં ન આવતાં શહેરના હાર્દ સમા વિસ્તાર નોર્થમાં શીવમંદિર પાસે રોજેરોજ પાણીનો બગાડ થઇ રહ્યો છે પરંતુ પાલિકાનું તંત્ર ઉંઘણશી હોવાથી તેના પેટનું પાણી પણ હલતું નથી. જેને કારણે આ વિસ્તારના રહીશો અને અવરજવર કરતા લોકોને પાલિકા સામે રોષની લાગણી જન્મી છે.

    નગરપાલિકા દ્વારા એકબાજુ પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવા માટે લોકોને સલાહ આપવામાં આવે છે. આગામી દિવસોમાં ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યાનું નિરાકરણ લાવવા લોકસહયોગ માગવામાં આવે છે પરંતુ પાલિકા દ્વારા પાણીના લિકેજ દૂર કરવા માટે જોઇએ તેવી અસરકારક રીતે કામગીરી કરવામાં આવતી નથી તે હકીકત છે. શહેરના નોર્થ વિસ્તાર શીવ મંદિર પાસે પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી પાણીનો બગાડ થઇ રહ્યો છે. જેને અટકાવવા પાલિકામાં રજૂઆત કરવામાં આવી છતાં પરીણામ શૂન્ય આવ્યું છે.

    પાણીના ભરાવાથી લોકો પરેશાન

    પાણીના લીકેજ પાછળ લાખોનો ખર્ચ

    પાલિકાના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ શહેરના જુદા જુદા વિસ્તારમાં નાખવામાં આવેલી પાણીની લાઇનમાં કેટલીક વખતે લીકેજ હોવાને લીધે પાણીનો બગાડ થઇ રહ્યો છે. લીકેજ દૂર કરવા માટે પાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પ્રજાના પૈસાનો ખોટો વ્યય કરવામાં પણ કેટલીક વખત પાલિકા પાછું વળીને જોતી નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending