માથક ગામની સીમમાંથી પાંચ જુગારીઓ ઝબ્બે

આદીપુર પોલીસે 11,400 રોકડ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ માથક ગામની સીમમાં...

DivyaBhaskar News Network | Updated - Feb 22, 2018, 02:55 AM
માથક ગામની સીમમાંથી પાંચ જુગારીઓ ઝબ્બે
આદીપુર પોલીસે 11,400 રોકડ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો

ક્રાઇમ રીપોર્ટર. ગાંધીધામ

માથક ગામની સીમમાં ધાણી પાસાનો જુગાર રમી રમાડી રહેલા પાંચ શખસોને આદિપુર પોલીસે રૂ.11,400ની રોકડ સાથે પકડી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ બાબતે વીગતો આપતાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે,બુધવારે સાંજે આદીપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતાં માથક ગામની સીમમાં ધાણી પાસાનો જુગાર રમી રહેલા જલારામ સોસાયટી આંતરજાળના નવીન કચુભાઇ મહેશ્વરી,આદિપુરના ચારવાળીમાં રહેતા રવિ સોમનાથ નાથબાવા,ગુરૂકુળ વિસ્તારમાં રહેતા જયેશ કાન્તિભાઇ લોહાર,મણીનગર વિસ્તારમાં રહેતા દેવજી હીરા મહેશ્વરી અને કુંભારડીના ગોલ્ડન સીટીમાં રહેતા દિનેશ રાવતને રૂ.11,400ની રોકડ સાથે આદિપુર પોલીસે પકડી લીધા હતા અને એએસઆઇ લાલસિંઘયાદવની ફરિયાદના આધારે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં દારૂ-જુગારની બદી સામે પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, તેના ભાગરૂપે હાલ પગલા ભરવામાં આવી રહ્યા છે.

X
માથક ગામની સીમમાંથી પાંચ જુગારીઓ ઝબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App